SURAT

સુરતના સાડીના કારખાનામાં મજૂરી કરવા બિહારથી બાળકોની તસ્કરી કરાતી હોવાનો પર્દાફાશ

સુરત : આરપીએફએ મુંબઇ સમર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિહારના કટિહારથી સુરત લવાઇ રહેલા 39 બાળકોને બચાવી લીધા છે. આ તમામ બાળકોને વિદિશા, દેવાસ અને રતલામ સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતાં.

  • સાડીના કારખાનાઓમાં મજૂરી માટે લવાતા 39 બાળકોને બચાવાયા
  • કટિહારથી બાળકોને ટ્રેનમાં સુરત લાવી રહેલા છ આરોપી ઝડપાયા

રેલવે પોલીસના જણાવ્યા મુજબ બાળકોના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા વિદિશા વેલફેર સોસાયટીને મંગળવારે રાત્રે બાતમી મળી હતી કે, 30થી 35 જેટલા બાળકોને ઠેકેદારો દ્વારા મુંબઇ સમર સ્પેશિયલ ટ્રેન દ્વારા બીજા રાજ્યોમાં કામ કરવા માટે મોકલવામાં આવી રહ્યાં છે.

આ માહિતીની તપસા માટે બુધવારે સવારે 5 વાગ્યે મુંબઇ સમર સ્પેશિયલ ટ્રેન જેવી વિદિશા પહોંચી ત્યારે આરપીએફ અને જીઆરપીએ સંયુક્ત ઓપરેશન શરુ કર્યું હતું. જેમાં 21 બાળકોને અન્ય મુસાફરો સાથે સફર કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાળકોને પહેલા આરપીએફ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતાં અને ત્યાંથી બાલ કલ્યાણ સમિતી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યાંથી તમામને ચાત્રાવાસમાં મોકલવામાં આવ્યા હતાં.

બાલ કલ્યાણ સોસાયટીના કાઉન્સિલર દીપા શર્માએ કહ્યું હતું કે, હાલમાં બાળકોના સ્વજનો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ત્યારબાદ બાળકોને તેમના માતા-પિતાને સોંપી દેવામાં આવશે. બાળકોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમને ઊંચી મજૂરીની લાલચ આપીને લઇ જવાઇ રહ્યાં હતાં.

બાળકોના હાથ નાના હોવાથી સાડીઓનું કડાઇ બુનાઇ ખૂબ જ સારી રીતે થાય છે. તે માટે તેમને સુરત લઇ જવાઇ રહ્યાં હતાં. સુરતના સાડી ઉદ્યોગમાં બાળ શ્રમિકોની ઊંચી માંગ છે.

બાળ તસ્કરીમાં પકડાયેલા છ આરોપી

  • (1) મોહંમદ મસદૂર ( રહે. કટિહાર, બિહાર)
  • (2) સગીર આલમ ( રહે. કટિહાર, બિહાર)
  • (3) મોહંમદ બાબર ( રહે. કટિહાર, બિહાર)
  • (4) મોહંમદ જિયા ઉલ ( રહે. કટિહાર, બિહાર)
  • (5) મોહંમદ અન્સાર ( રહે. કિશનગંજ, બિહાર)
  • (6) ઇન્ઝામુલ અલી (રહે. પૂર્ણિયા, બિહાર)

કેટલાક બાળકોને મદરેસાના નામે લવાયા
બચાવી લેવાયેલા બાળકો પૈકી કેટલાકે કહ્યું હતું કે, તેમને મદરેસામાં ભણવાના નામે લઇ જવામાં આવી રહ્યાં હતાં. તો કેટલાકે કબૂલાત કરી હતી કે સુરતના સાડીના કારખાનામાં કામ કરવા માટે તેમને લઇ જવાઇ રહ્યાં હતાં.

300 રૂપિયા રોજના પગારનો વાયદો કર્યો હતો
છોડાવાયેલા એક બાળકે જણાવ્યું હતું કે, તે પરિવારમાં સૌથી મોટો હોવાથી તેના પિતાએ તેને કમાણી માટે મોકલ્યો હતો. ઠેકેદારોએ એક દિવસના 300 રૂપિયા નક્કી કર્યા હતા અને એક મહિનાના એડવાન્સ પણ આપી દીધા હતા. એટલું જ નહીં તેમને સાડીનું હુન્નર પણ આવડી જશે તેમ પણ કહ્યું હતું.

Most Popular

To Top