World

કાબુલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ: 21 લોકોએ જીવ ગુમાવ્યા

કાબુલ: (Kabul) કાબુલની ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં (Khair Khana Mosque) વિસ્ફોટ થતા 21 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે એક મસ્જિદ પર થયેલા બોમ્બ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. હુમલામાં અન્ય 33 લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલો કાબુલના સર-એ-કોટલ ખૈર ખાનામાં થયો છે. મસ્જિદના મૌલવી અમીર મોહમ્મદ કાબુલીનું પણ મૃત્યુ થયું છે. જો કે સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી. આ ઘટના સ્થળે તાલિબાનની સેના પણ પહોંચી હતી. તાલિબાને તાજેતરના અનેક વિસ્ફોટો (Explosions) માટે આતંકવાદી સંગઠન ISISને જવાબદાર ઠેરવ્યું છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વિસ્ફોટ કાબુલ શહેરના સર-એ-કોતલ ખૈરખાના વિસ્તારમાં થયો હતો. કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું કે સેના આ વિસ્તારમાં પહોંચી ગઈ છે. કાબુલની ઇમરજન્સી હોસ્પિટલે ટ્વિટર પર માહિતી આપી હતી કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા 27 લોકો હોસ્પિટલમાં આવ્યા છે. તે જ સમયે ઘાયલોમાં 7 વર્ષના બાળક સહિત 5 બાળકોનો સમાવેશ થાય છે. આવા હુમલાઓ માટે દેશમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા જૂથો પર દોષારોપણ કરવામાં આવે છે. એક ઇસ્લામિક ધર્મગુરુ અમીર મોહમ્મદ કાબુલીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વિસ્ફોટમાં માર્યો ગયો છે.

અફઘાનિસ્તાન પર પુનઃ કબજાની પ્રથમ વર્ષગાંઠ પર તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુટ્ટકીએ વિશ્વ સમુદાયને તાલિબાન સરકારને સહકાર આપવા વિનંતી કરી. મુત્તાકીએ કહ્યું કે આ તકનો લાભ લેવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. મુત્તાકીએ દોહા કરાર પર પ્રકાશ પાડતા કહ્યું કે અફઘાનિસ્તાન અમેરિકા સહિત કોઈપણ દેશ માટે ખતરો નથી.

આ બ્લાસ્ટ શિયા સમુદાયની મસ્જિદમાં થયો હતો
અફઘાનિસ્તાનની રાજધાનીમાં મોહરમ મહિનામાં શિયા સમુદાયની શોકસભા દરમિયાન એક વાહનમાં વિસ્ફોટ થતાં આઠ લોકો માર્યા ગયા હતા અને અન્ય 18 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કાબુલના સરકારિજ વિસ્તારમાં એક મસ્જિદ પાસે થયો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હતી.

પોલીસ પ્રવક્તા ખાલિદ ઝદરાને કહ્યું કે મહોરમ માટે અહીં ઘણા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બે વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટક ઉપકરણો એક વાહનમાં રાખવામાં આવ્યા હતા, જેની જવાબદારી ISએ લીધી છે. તેનો ઈરાદો શિયા હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવાનો હતો. પહેલો વિસ્ફોટ ઇમામ મોહમ્મદ બેકર વિસ્તારમાં થયો હતો જે કાબુલના સરકારિઝ વિસ્તારમાં આવેલી ઝેનાના મસ્જિદ છે. જે વિસ્તારમાં બીજો બ્લાસ્ટ થયો તે રહેણાંક વિસ્તાર છે. ISએ પોતાના નિવેદનમાં કહ્યું કે 20 લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. આ વિસ્તાર કાબુલના ભીડભાડવાળા વિસ્તારોમાંનો એક છે.

આ અગાઉ આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટે ગુરુદ્વારા પર પણ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આતંકવાદી જૂથની વેબસાઇટ અમાક પર પોસ્ટ કરાયેલા નિવેદનમાં ઇસ્લામિક સ્ટેટ-સંલગ્ન ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત (ISKP) એ જણાવ્યું હતું કે આ હુમલો હિંદુઓ, શીખો અને અધર્મી લોકો વિરુદ્ધ હતો. જેમણે અલ્લાહના સંદેશાવાહકનું અપમાન કરવામાં સહયોગ કર્યો હતો.

Most Popular

To Top