મનુષ્યતા ખૂબ વિકાસ સાધી રહી છે. મનુષ્ય બહેતર જીવન પામી શકે તેના માટે ખૂબ જ ઓછુ વિચારાય રહ્યું છે. જ્યારે સમગ્ર મનુષ્યતાનું અનેક વાર નિકંદન નીકળી શકે એવા સાધનો અઢળક પ્રમાણમાં વિકસાવી ચૂકી છે. વર્તમાનમાં પૃથ્વી પટ્ટે ચાલી રહેલ યુધ્ધો જ તેનું પ્રમાણ બની રહે છે. વિકાસના નામે તમામ પ્રકારે પ્રકૃતિનું નિકંદન પણ નીકળી ચૂકયું છે.પરિણામે મનુષ્યતાનું નિકંદન કાઢવામાં પ્રકૃતિ પણ સાથ આપી રહયાનું અનુભવાય રહ્યું છે. આપણે સૌ મનુષ્ય હોવાની ગુણવત્તાને વિસારે પાડી ચૂકયા છીએ પરિણામે આપણે જીવનના મૂલ્યોને એટલે નીચલી સપાટીએ લાવી મૂકયા છે કે જીવનના તમામ સ્તરે બધું જ વેરવિખેર થઇ ચૂકયુંછે. મનુષ્યતાનું નિકંદન કાઢી નાખતા વ્યર્થના વિકાસપર કયાંક પૂર્ણવિરામ મૂકવું જ પડશે. સહુજન હિતાય સહુજન સુખાયના સાચુકલા વિકાસ બાબત મનુષ્યતાએ વિચારવુ જ પડશે તે નક્કી.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.