આ મહિનાના અંતમાં કટોકટીની જાહેરાતની ૫૦મી વર્ષગાંઠ છે. મેં મારા પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં આપણા ઇતિહાસના તે કાળા સમયગાળા વિશે લખ્યું છે. હું રસ ધરાવતાં વાચકોને આ વિષય પરના અન્ય વિદ્વાનો એમ્મા ટાર્લો, જ્ઞાન પ્રકાશ, ક્રિસ્ટોફ જાફ્રેલોટ અને પ્રતિનવ અનિલ અને તાજેતરમાં સુગત શ્રીનિવાસરાજુ દ્વારા લખાયેલાં પુસ્તકો તરફ પણ ઈશારો કરી શકું છું. જો કે, આ કોલમમાં હું કેટલીક વ્યક્તિગત યાદો શેર કરવા માંગું છું. જેમ કે, દિલ્હીમાં એક યુવાન કોલેજ વિદ્યાર્થી તરીકે, તે સમયે મેં કટોકટીનો અનુભવ કર્યો.
મે ૧૯૭૫માં મેં સેન્ટ સ્ટીફન કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ તરીકે મારું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું અને રજાઓ માટે ઘરે દેહરાદૂન પાછો ફર્યો. રજાઓ દરમિયાન કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે હું જુલાઈના ત્રીજા અઠવાડિયામાં યુનિવર્સિટી કેમ્પસમાં પાછો ફર્યો ત્યારે હું એ વિશે બહુ વિચારતો ન હતો કે, ઇન્દિરા ગાંધી દ્વારા તેમના વિરોધીઓને જેલમાં કેદ કરવાથી મારા દેશના વર્તમાન કે ભવિષ્ય સાથે શું સંબંધ હતો. આનું કારણ એ હતું કે, સત્તર વર્ષની ઉંમરે હું મોટા ભાગે મારી કોલેજની ક્રિકેટ ટીમમાં મારું સ્થાન મેળવવાની ચિંતા કરતો હતો અને સેન્ટ સ્ટીફનમાં મારા મિત્રો પણ સંપૂર્ણપણે બિનરાજકીય હતા.
રાજકારણ પ્રત્યેની આ ઉદાસીનતાને કોલેજ વહીવટીતંત્ર દ્વારા સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘમાં પદો માટેની ચૂંટણીઓ ઉગ્ર રીતે લડવામાં આવી હતી; પરંતુ સ્ટીફનના વિદ્યાર્થીઓને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બીજી બાજુ, કેમ્પસમાં આવેલી અન્ય કોલેજો, જેમ કે હિન્દુ, હંસરાજ, રામજસ અને કિરોડીમલના વિદ્યાર્થીઓએ ડીયુએસયુ ચૂંટણીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દિલ્હીના બીજા છેડે આવેલી જવાહરલાલ નેહરુના નામ પરથી બનેલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજકારણમાં પણ વધુ સક્રિય હતા.
સ્ટીફનના વિદ્યાર્થીઓ તેમની સંસ્થાનો સંબંધ મહાત્મા ગાંધી સાથે ધરાવે છે, જેમના સૌથી નજીકના મિત્ર સી. એફ. એન્ડ્રુઝ કોલેજમાં ભણાવતા હતા. જો કે, કોલેજે કેટલાક સ્વાતંત્ર્ય સેનાની (જેમ કે હરદયાલ અને બ્રિજકૃષ્ણ ચંડીવાલા) આપ્યા હોવા છતાં રાષ્ટ્રીય ચળવળમાં તેનું યોગદાન મુંબઈ, પુણે, કોલકાતા, ચેન્નાઈ, વારાણસી, અલ્હાબાદ, પટણા અને અન્ય સ્થળોની કોલેજોની તુલનામાં ઓછું છે. રાજકારણ પ્રત્યેની આ ઉપેક્ષા સ્વતંત્રતા પછી પણ ચાલુ રહી, જ્યારે સૌથી તેજસ્વી સ્ટેફનિયનો અમલદારશાહી અથવા રાજદ્વારી દળમાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. 1960ના દાયકામાં થોડા સ્ટેફનિયનો થોડા સમય માટે માર્ક્સવાદથી મોહિત થયા હતા, છતાં તેઓ એક અપવાદ હતા. તેમના સમકાલીન લોકો પ્રતિષ્ઠિત સરકારી નોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા અથવા પત્રકારો, શિક્ષણવિદો અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ બની ગયા હતા.
હું જે સેન્ટ સ્ટીફનને જાણતો હતો તેમાં ઘણી વિશેષતાઓ હતી, પરંતુ રાજકીય જોડાણ તેમાંથી એક નહોતું. અમે ક્ષણેક્ષણ જીવતા હતા, જે અમને મળ્યું હતું. જુલાઈ 1975માં ઉનાળાના વેકેશન પછી હું કોલેજમાં પાછો આવ્યો ત્યારે જોયું કે તે સંપૂર્ણપણે યથાવત્ હતી. વિપક્ષી નેતાઓની અટકાયત અને પ્રેસની સેન્સરશિપનો અમારા પર સહેજ પણ પ્રભાવ પડ્યો નહીં. અમે પહેલાંની જેમ જ વાતો કરતા, હસતા અને રમતા. 1975ના ઉત્તરાર્ધમાં મારું પોતાનું ધ્યાન મારા સ્ટોક ડિલિવરી, ઓફ-બ્રેક સાથે લેગ-કટર વિકસાવવા પર હતું. અન્ય સ્ટેફનિયનો પણ આવી રીતે તેમના પોતાના ખાસ જુસ્સા પર કેન્દ્રિત હતા; પછી ભલે તે શેક્સપિયરને વાંચવાના હોય, રમવાનું હોય, શાસ્ત્રીય સંગીત સાંભળવાનું હોય અથવા બીજું કંઈ પણ હોય.
૧૯૭૫-૭૬ના શિયાળાના એક દિવસની યાદ અમને એ અહેસાસ અપાવે છે કે અમે બધા કેટલા બિનરાજકીય હતા. એક ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજ્ય ટેલિવિઝન દ્વારા કમિશન કરાયેલ એક દસ્તાવેજી ફિલ્મના શૂટિંગ માટે કોલેજ આવ્યો હતો. એક વિદ્યાર્થી સિનિયર કોમન રૂમની સીડી પર ગિટાર વગાડી રહ્યો હતો, જ્યારે કેટલાક અન્ય લોકો (મારા સહિત) આસપાસ ઊભા રહીને તેમને ધ્યાનથી સાંભળતા હતા. તે કેમિયો સાથે પૂર્ણ થયેલ ફિલ્મ પાછળથી દૂરદર્શન પર એક શીર્ષક હેઠળ બતાવવામાં આવી હતી જેનો ચોક્કસ શબ્દપ્રયોગ હું ભૂલી ગયો છું – પરંતુ તે કદાચ ‘કેમ્પસમાં શાંતિ અને સ્થિરતા’ની તર્જ પર હતી.
જેમ-જેમ કટોકટી લંબાતી ગઈ તેમ-તેમ તેનાં કાળાં પાસાંની કેટલીક વાર્તાઓ અમારા સુધી પહોંચતી ગઈ. અમે વડા પ્રધાનના પુત્ર સંજય ગાંધીના વધતા પ્રભાવ વિશે સાંભળ્યું હતું. તેમાં પી. એસ. ભીંડર નામના એક વરિષ્ઠ પોલીસ કર્મચારી પર તેમને ભરોસો હતો. સંજય ગાંધીએ તેમના ખૂબ જ પ્રિય શિક્ષક વિજયન (ઉન્ની) નાયરને પોતાની સાથે જોડાવા માટે કહ્યું. તેઓ દૂન સ્કૂલમાં સહાધ્યાયી હતા. હવે સંજયે એક સામાન્ય મિત્ર દ્વારા સંદેશ મોકલ્યો કે ઉન્નીએ અંડર ગ્રેજ્યુએટ કોલેજમાં લેક્ચર આપવાનું છોડી દેવું જોઈએ અને ‘દેશ ચલાવવા’ માટે મદદ કરવી જોઈએ. ઉન્ની નાયરે, તેના મોટા શ્રેય માટે જવાબ આપ્યો કે તે જ્યાં છે ત્યાં તે સંપૂર્ણપણે સંતુષ્ટ છે. પછી એક માણસ હતો, જેને અમે યુનિવર્સિટી કોફી હાઉસમાં દરરોજ જોતા હતા. ભૂરી દાઢી અને રંગીન ચશ્માંવાળો, એકલો બેઠો રહેતો.
તે કલાકો સુધી બેઠો રહેતો હતો, તેના કોફીના કપ તરફ નીચે ધ્યાનથી જોતો રહેતો, ફક્ત તેની સિગારેટનો કશ લેવા માટે જ ઉપર જોતો. અમે તારણ કાઢ્યું કે, તે ઇન્ટેલિજન્સ બ્યુરોનો એજન્ટ હોવો જોઈએ, જે ખરેખર કેમ્પસમાં શાંતિ અને સુલેહ પ્રવર્તે છે કે કેમ તે તપાસવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હશે. આ ઘટનાઓએ મારામાં અગાઉથી સુષુપ્ત રાજકીય જનીનને થોડું જાગૃત કર્યું. ૧૯૭૭ના વસંતમાં કટોકટી હટાવવામાં આવી અને ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી. ઇન્દિરા ગાંધી અને તેમના કોંગ્રેસનો વિરોધ કરતા ચાર વર્તમાન પક્ષોમાંથી એક નવી જનતા પાર્ટીની રચના કરવામાં આવી. સેન્ટ સ્ટીફન્સની સામે મૌરિસ ચોક ખાતે એક રેલી યોજાઈ હતી, જેમાં મેં હજારો અન્ય વિદ્યાર્થીઓ સાથે હાજરી આપી હતી.
ઇન્ટરનેટ દાયકાઓ બાદ આવવાનું હતું અને અલબત્ત અમે અદ્યતન અથવા વિશ્વસનીય જાણકારી માટે ઓલ ઇન્ડિયા રેડિયો અથવા દૂરદર્શન પર આધાર રાખી શકતા ન હતા. અમે અખબારોની ઓફિસોની હરોળની બહાર એક મોટા બ્લેકબોર્ડની સામે બેસતા હતા. જે પરિણામો આવતાંની સાથે જ ચમકતું હતું. જ્યારે અમે સંજય ગાંધીની અમેઠીમાં હારનો અહેવાલ જોયો ત્યારે જોરદાર જયકારા લાગ્યા અને જ્યારે બોર્ડે આગળ પુષ્ટિ કરી કે ઇન્દિરા ગાંધીને રાયબરેલીમાં હારનો સામનો કરવો પડ્યો ત્યારે વધુ જોરદાર ઉત્સાહ સાથે જયકારા લાગ્યા. સરમુખત્યારશાહીનો પરાજય થયો હતો અને વંશીય રાજકારણનો પણ પરાજય થયો હતો. જો કે, અફસોસ, પચાસ વર્ષ પછી સરમુખત્યારશાહી અને વંશીય રાજકારણ બંને આપણને ફરી સતાવવા લાગ્યા છે, ફરક માત્ર એટલો જ છે કે હવે તેમનું પ્રતિનિધિત્વ અલગ-અલગ પક્ષોમાં અને અલગ-અલગ પક્ષો દ્વારા કરવામાં આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.