હું ઉત્તર ભારતમાં ઉછર્યો હોવા છતાં અમારા ઘરે જે અખબાર આવતું હતું તેનું મુખ્ય મથક તે વખતે કલકત્તા તરીકે જાણીતા મોહન શહેરમાં હતું. આ અખબાર હતું ધી સ્ટેટસમેન, તેની મુખ્ય આવૃત્તિ બ્રિટીશ ભારતના પ્રથમ પાટનગરમાંથી પ્રસિધ્ધ થતી હતી પણ તેની ગૌણ આવૃત્તિ રાજયના બીજા અને છેલ્લા પાટનગર દિલ્હીમાંથી પ્રસિધ્ધ થતી હતી અને તે આવૃત્તિ અમારે ઘરે આવતી. સડક, રેલવે, માનવીના હાથ અને સાયકલ પર પગ સહિતના પરિવહનને કારણે આ અખબાર છેક બપોરે અમારા ઘરે આવતું. મારા પિતાએ ત્રણ કારણથી તેનું લવાજમ ભર્યું હતું.
સૌથી ઓછી વ્યાકરણ ભૂલ, સૌથી ઓછી છાપભૂલ અને તેનો એક માનીતો ભત્રીજો તેમાં એક વાર કામ કરતો હતો. આ અખબાર મને ગમવા માંડયું અને તે માટેના મારાં પોતાનાં કારણ હતાં. વિદેશની ઘટનાના સમાચાર તેમાં સૌથી સારી રીતે આવતા હતા. તેમાંય મને ખાસ કરીને જેમ્સ કોલીનો ‘લંડન લેટર’, હાસ્યરસ ધરાવતો ત્રીજો અગ્રલેખ અને કટાર લેખક એમ. ક્રિશ્નન તે પ્રકૃતિવાદી અને ગદ્ય લખાણનો સ્વામી હતો.
હું જયારે દિલ્હીમાં યુનિવર્સિટીમાં જતો ત્યારે મેં ‘ધ સ્ટેટસ મેન’નું લવાજમ ભર્યું હતું. આમ છતાં અર્થશાસ્ત્રની બે પદવી મેળવવામાં મેં જે પાંચ વર્ષ ગાળ્યાં, તેમાં મેં જોયું કે આ અખબારનું સતત પતન થતું રહ્યું. ક્રિશ્નન રહ્યા અને કોઉલી ગયા અને મને વાંચવા ગમે તેવા અન્ય ઘણા લેખકો ચાલ્યા ગયા. સૌથી વધુ ક્ષુબ્ધતાકારક ઘટનામાં વ્યવસ્થા વિભાગ અને તંત્રી વિભાગ વચ્ચેની જે દીવાલ હતી તેમાં ભંગાણ પડયું. અખબારના સિનિયર એકઝીકયુટીવ રિવાજ અને ઔચિત્યનો ભંગ કરી પહેલા પાને પોતાની સહીથી વાંચી નહીં શકાય તેવી કટાર ચાલુ કરી.
1980માં હું કલકત્તા ગયો અને સમાજશાસ્ત્રમાં ડોકટરેટનો અભ્યાસ શરૂ કર્યો. હું દિલ્હીમાં રહ્યો હોત તો મેં ‘ઇન્ડિયન એકસપ્રેસ’ અખબાર માટે લવાજમ ભર્યું હોત, પણ આ અખબારની કલકત્તા આવૃત્તિ જ ન હતી. આથી મેં મરણપથારીએ પડેલું હોવા છતાં રોજ બહાર પડતા ‘ધ સ્ટેટસ મેન’નો આશરો લીધો. તેથી ઉત્તેજના પણ થતી અને રાહત પણ. આમ છતાં મેં ‘ધ ટેલિગ્રાફની પહેલી આવૃત્તિનું ઉમળકાભેર સ્વાગત કર્યું તે દિવસ હતો: તા. 8 મી જુલાઇ, 1982. કેટલું છટાદાર અને સુંદર છાપકામ ‘ધ સ્ટેટસ મેન’, ‘ટાઇમ્સ ઓફ ઇંડિયા’ કે ‘ઇંડિયન એકસપ્રેસ’ હાથમાં પકડવા કરતાં વધુ રોમાંચ ‘ધ ટેલિગ્રાફ’ હાથમાં લેતાં થતો હતો.
ભારતના કોઇ પણ અખબાર કરતાં વધુ સુઘડ અને વાંચવા ગમે તેવા ટાઇપ હતા. મથાળાં પણ ‘વાગવા’ને બદલે નજરમાં ‘લાગતાં’ હતા. તસ્વીરો તેના સ્પર્ધક અખબારો કરતાં વધુ સરસ રીતે છાપી હતી. અખબારનો માત્ર દેખાવ જ નહીં, તેની સામગ્રી પણ વાંચવી ગમે. ‘ધ ટેલિગ્રાફ’ની સ્થાપક ટીમમાં મારો એક કોલેજકાળનો મિત્ર પરાંજય ગુહા કામ કરતો હતો. હું તેને મળવા તેના કાર્યાલયે જતો. તેના સમાચાર વિભાગમાં ઉત્તેજના હતી અને અહીં એવા પત્રકારો હતા, જેઓ ‘ધ સ્ટેટસ મેન’નું વર્ચસ્વ તોડી કલકત્તાની પસંદગીનું અખબાર આપવા કૃતનિશ્ચયી હતા. તેમને અખિલ ભારત કક્ષાનું આકાશ જોઇતું હતું. તેમણે મને પૂછયું કે તમારી પાસે અમારા અખબાર માટે લેખ છે?
સરકારે નવો ખરડો બનાવ્યો હતો અને મેં તેની ટીકા કરતો લેખ તૈયાર કર્યો હતો તે આપ્યો અને તે સ્વીકારાયો પણ ખરો. જે દિવસે તે પ્રગટ થવાનો હતો તેના આગલે દિવસે અમિતાભ બચ્ચનને ‘કુલી’ના સેટ પર ગંભીર ઇજા થઇ. ભારતનો એક સૌથી વિખ્યાત પુરુષ (વડાપ્રધાન એક સ્ત્રી હતાં) જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય ત્યારે મારું લખાણ અનિશ્ચિત મુદત સુધી મુલત્વી રહ્યું. પછી મેં એ લખાણ ‘ધ ટેલિગ્રાફ’માં ભગિની પ્રકાશન ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં પ્રસિધ્ધ કરાવ્યું. અમિતાભ બચ્ચનને ગંભીર ઇજા ન થઈ હોત તો મારું આ લખાણ ‘ધ ટેલિગ્રાફ’ના જન્મના મહિનામાં જ પ્રસિધ્ધ થઇ ગયું હોત.
બરાબર એક દાયકા પછી એટલે કે 29 મી ઓગસ્ટ, 1992 ના દિને નૃવંશ શાસ્ત્રી વેરિયર એલ્વીનના 90 મા જન્મ દિન નિમિત્તે મેં લખેલો લેખ મારા નામ સાથે પ્રગટ થયો. પછી હું આ અખબારમાં વર્ષે આઠ-દસ બેંગલોર શાખામાંથી ‘ધ ટેલિગ્રાફ’ની તા. 15 મી નવેમ્બર, 2003 ના દિને મેં ‘ધ ટેલિગ્રાફ’માં એક પખવાડિક કટાર ચાલુ કરી. ‘પોલિટિકસ એન્ડ પ્લે’ ચાલુ કરી અને બે દાયકામાં અંદાજે 482 હપ્તા પ્રસિધ્ધ થઇ ગયા.
અન્ય ત્રણ ભારતીય અખબારોમાં પણ હું નિયમિત લખું છું પણ મને તેમાં સંશોધન અને પુસ્તકલેખ માટે પૂરતો સમય નહીં મળતો હોવાનું લાગતું હોવા છતાં મેં એક પછી એક પુસ્તકો લખવા માંડયાં. છતાં ‘ધ ટેલિગ્રાફ’ મારી પસંદગીનું અખબાર રહ્યું છે. તેને માટેનાં મારાં કારણોમાં તેનું રસાળ ગદ્ય અને કટારલેખકોનો વિશાળ વિચારફલક. દર અઠવાડિયે આ અખબાર એક પાનું પુસ્તકો માટે, હાસ્ય માટે અને તોફાની મથાળાં માટે આપે છે.
મને ‘ધ ટેલિગ્રાફ’ ગમે છે, કારણ કે તે રાજકીય, આર્થિક કે સામાજિક દબાણને વશ થતું નથી અને હું પણ મારે જે કહેવું છે તે નિર્ભીક રીતે કહું છું અને તે અન્ય અખબારોમાં કહી ન શકાય. તેના મૂળમાં તેના સ્થાપક અવીક સરકાર રહ્યા છે જેને સરકારની કોઇ મહેરબાની જોઇતી ન હતી. તેઓ સામ્યવાદના વિરોધી હતા છતાં માર્કસવાદી વિદ્વાનોનાં લખાણ છાપતા હતા.એક સમય એવો હતો કે બેંગ્લોરમાં મને કે.સી. દાસની એક માત્ર બેંગ્લોર શાખામાંથી ‘ધ ટેલિગ્રાફ’ની છાપેલી આવૃત્તિ મળતી હતી. હવે તો એ દુકાન બંધ થઇ ગઇ. તે અખબાર મારે હવે ઓનલાઇન વાંચવું પડે છે. ચાર દાયકાથી હું આ અખબારનો સૌથી સમર્પિત વાચક અને બે દાયકાથી નિયમિત લેખક છું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.