Charchapatra

એકઝીટ  પોલ !….જરા હળવી નજરે…

સ્કુલમાં ભણતાં બાળકો પણ હવે સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ પ્રશ્ન કરતાં થઈ ગયેલ છે.મારા પૌત્રે ચૂંટણી વખતે એકા એક પ્રશ્ન કર્યો કે એકઝીટ પોલ એટલે શું? મેં એને સમજ પડે એવી ભાષામાં કહ્યું કે Exit એટલે બહાર નીકળવું.અને Poll નો અર્થ ચૂંટણી મથક થાય છે.પણ બંને શબ્દ ભેગા કરવાથી Exit poll નો અર્થ ચૂંટણીના પરિણામ પહેલા જય પરાજય વિશે પક્ષો અંગે અટકળો,તારણો વગેંરે. પણ આ શબ્દ એ મારો પીછો  કર્યો.આની સાથે સંકળાયેલા એક પત્રકાર મિત્રને મળતા ,આ વખતે બધા જ એકઝીટ પોલ ખોટા પડ્યા પછી તમે કેવીક લાગણી અનુભવો છો? આનંદની! 

લાગણી, પ્રેમ વગેરે ને રાજકારણમાં મુદ્દલે સ્થાન નથી.અને આમ પણ અમારો જન્મ ચોમાસાંના અળસિયાં જેવી હોયછે.ચૂંટણીના પરિણામ પછી અમે મટી જઇએ છીએ અને કોઈ પછી યાદ નથી. કરતું.તમે વિશ્લેશણa શેના આધારે કરો છો ? પૈસાના આધારે.જે પક્ષો નબળા હોય છે અને અમને આગાહી કરવાના ઓછા પૈસા આપે છે , એમને શરૂઆતથી જ અમે એકઝીટ કરી દઈએ છે.અમારૂં સ્થાન માંહ્લરામા લગ્ન કરાવનાર ગોર મહારાજ જેવું છે.ચોરીના ચાર ફેરા વખતે કેવું બધું સારૂં અને સુંદર મહારાજ કહે છે.પણ માહ્યરાંની બહાર પગ મૂકતાં જ જીવનની પટકથા બધાંની બદલાઈ જાય છે એવું જ કઈંક.રાજકીય પક્ષો તમને ગંભીરતાથી લે છે ખરા?

બિલકુલ નહિ.કારણ કે એમને પરિણામમા રૂપાળું કે ભોપાળું આવવાનુ છે એની પહેલેથી જ ખબર હોય છે.છેલ્લો પ્રશ્ન.પત્રકાર અને તમારામાં ફેર શો? આ સરખામણી તમારી થોડી વિચિત્ર છે.પત્રકારને આખું વર્ષ કામ મળે છે અને પૈસા પણ મળે છે, જ્યારે અમારે પાંચ વર્ષે પાંચ દિવસ કમાવાના હોય છે.છેલ્લે એક અંગત મજાની વાત.આ વખતે તો ઘણા પક્ષોએ ,અમને સામે ચાલીને એડવાન્સ પૈસા આપેલા  ,તો પછી અમે કોઇનુ બુરૂં  શા માટે ઈચ્છીએ..??
સુરત – પ્રભાકર ધોળકિયા            – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top