ગુજરાતમિત્રમાં નીલાક્ષી દ્વારા ‘ઇશ્વરના અસ્તિત્વના’ વિષે લખાયેલ ચર્ચાપત્રના સંદર્ભમાં 19મી જાન્યુઆરીના બુધવારના ચર્ચાપત્રમાં ‘ઇશ્વરનું અસ્તિત્વ છે જ નહિ’ તે બાબતમાં થોડો પ્રકાશ કરવા રજા લઉં છું. આ વિશ્વના સજરનહારે 84 લાખ પ્રકારની યોનીની રચના કરેલ છે જે આપણે જોઇ શકીએ છીએ. જેમાં ઘૂવડ, ચામાચિડીયા જેવી રાત્રી દરમ્યાન વિચરતી પક્ષીની જાતિનો પણ સમાવેશ થાય છે. આ રાત્રી દરમ્યાન વિચરતી જાતિને સૂર્યના અસ્તિત્વની ગમ પડે તેમ નથી. આથી સૂર્યનું અસ્તિત્વ નથી એવું કહેવું સાચું નથી. વિશ્વના સર્જનહારે સ્થાવર અને જંગમ જાતિના ઘાટો બનાવ્યા. જેમા સ્થાવર જાતિમાં બીજગ દ્વારા અને જંગમ જાતિમાં બુંદ અંકૂર દ્વારા રચના કરેલ છે.
બીજગમાં જે અંકૂર છે, તે અંકૂરમાં મૂળ, ઝાડ, પાન, ફળ, ફૂલ, ડાળી, કાંટા વિગેરેનો સમાવેશ અંકૂરમાં જ ગોઠવાયેલ હોય છે. જે પૃથ્વીમાંથી બહાર નીકળે ત્યારે જે તે યોગ્ય સમાંતરે યોગ્ય સ્થાને ગોઠવાઇ જાય છે. તેવી જ રીતે મનુષ્ય તથા જંગમ જાતિના અંકૂર (બુંદ)માં પણ, હાડ, માંસ, રગ, લોહ, આંખ, કાન, નાક, લીવર, કીડની તથા અન્ય અવયવો અંકુર (બુંદ)માન જ પોખાયેલા છે. દા.ત. માતા પિતાના સંભોગ સમયે અંકૂર (બૂંદ) ગર્ભ કમળમાં પ્રવેશ્યા જે ક્રિયા ગર્ભમાં થાય છે અને નવ માસના અંતે ગર્ભ પૂર્ણ થઇને માનવ શરીર રૂપે સંપૂર્ણ રીતે બહાર આવે છે.
આ ગર્ભમાં શરીરમાં રહેલા બાહ્ય તથા આંતરિક અવયવો જે તે સ્થાને ગોઠવાઇ છે. બોલો! આ રચના કોણે કરી હશે. આ રચના સર્જનહારે અંકૂર (બુંદ) માં જ ગોઠવણી કરેલ હોય છે. આવો વિચાર કરીએ તો વિશ્વના સર્જનહારનું અસ્તિત્વ છે એમ કહ્યા વિના રહેશે નહિ. પંચભૂતનો દેહ છે જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આ પાંચ તત્વો કોણે બનાવ્યા હશે. જેમાં વાયુ તત્વ આપણને દેખાતું નથી. જો વાયુ તત્વ દેખાતું જ ન હોય તો એનો બનાવનાર કેવી રીતે દેખાય. વિશ્વનો સજરનહાર, મૂર્તિપૂજા કે, સવાર-સાંજની ઉપાસના દ્વારા ઓળખી શકાય તેમ નથી. આ તો પ્રાથમિક પગથીયા છે. પરંતુ પાંચ અંતકરણ પર જઇને સુરત-નુરત દ્વારા સર્જનહારનો અનુભવ કરી શકાય છે.
કારણ કે આપણી સર્વની સુરત-નુરત માયામાં હેરાઇ ગયેલ છે. એટલે જ ભગવાન નથી એવો ભ્રમ પેદા થાય છે. ટૂંકમાં આ અનંત બ્રહ્માંડનો રચનાર વિના તો આ જગત જે દેખાય છે તે કેવી રીતે અસ્તિત્વમાં આવી શકે? દા.ત. કુભાર, રસોઇયો, સોની વિગેરેની કળા એમની રચના દ્વારા જાણી શકાય છે. ઉપરોકત ત્રણે જાતિ કદી ઘાટમાં આવતા નથી. આ અંગે વધુ જાણકારી, ઇચ્છા ધરાવનારે બુંદ બી જગમાં સમાયેલ તત્વ સામગ્રીની રચનાનો સંપૂર્ણ વર્ણન ભગવાન કરુણાસાગર સ્વરચિત ‘પંચમશ્વસમ’ વેદમાં વિગતે વર્ણન કરેલ છે જેનો અનુભવ કરવાથી સમગ્ર વિશ્વની ભ્રમણા દૂર થયા વિના રહેશે નહિ.
સુરત – જીવન હાસોટીયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.