Charchapatra

ઉત્સવોમાં ધર્માચરણ કરતા ધનનો બેફામ ઉપયોગ

આપણી સનાતની પ્રજા આપણા વાર તહેવારો વ્રત કથાઓ હોય કે સામાજિક ધાર્મિક ઉત્સવો હોય પહેલા કરતા વધુ દંભ દેખાડામાં ઉજવવામાં પડી હોવાનું અનુભવાય રહ્યું છે. ધાર્મિક ઉત્સવોમાં પણ ધર્માચરણ કરતા ધનનો બેફામ ઉપયોગ દ્વારા જાણે અન્યો કરતા પોતે કંઇક વિશિષ્ઠ હોવાનું દર્શાવી રહી છે તે કેટલું વ્યાજબી છે. ઉત્સવો અને મહોત્સવો જરૂરી છે તેથી સમાજમાં એકતા સમરસતા જળવાય છે. પણ ક્યારે ઉત્સવો મહોત્સવોમાં રહેલા સાચુકલા હાર્દને સમજી આપણે સૌ આચરણ દ્વારા જીવનમાં ઉતારીએ તો જ સમાજજીવનમાં પ્રેમ એકતા અને સમરસતા પ્રસરે બાકી દંભ અને દેખાડાભરી ઉજવણીઓ થકી તો સમાજમાં ઇર્ષા વૈમનસ્ય અને છેવટે તેમાંથી હિંસા જ પ્રગટશે તે નક્કી.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આત્મહત્યાઓનો સિલસિલો ક્યારે અટકશે?
રોજેરોજ સમાચારોમાં આત્મહત્યાના સમાચારો આવ્યા જ કરે છે. હવે તો માબાપ બાળકને મારીને પોતે આત્મહત્યા કરી લે છે. માબાપનાં ઝઘડામાં બાળકને વગર વાંકે મરવું પડે છે. આપણે દુઃખી હોઈએ કે કોઈ તકલીફમાં હોઈએ તો તેનો રસ્તો કાઢવાનો હોય. લોકોના મન મજબૂત હતાં. આજે લોકોની સહનશક્તિ ઘટી જવાને કારણે લોકો આત્મહત્યા કરવા લાગ્યા છે. મારી સૌ કોઈ મનુષ્યોને એટલી સલાહ છે કે ઈશ્વરે આપેલ અમૂલ્ય શરીરને મનથી મજબૂત બનાવી પરિસ્થિનો સામનો કરો.

સરહદ પર ગભરાઇને બધા ફોજીઓ આત્મહત્યા કરે તો દેશનું રક્ષણ કોણ કરે? દેશનેતાઓ પર ખોટાખોટા આક્ષેપો લાગતા હોય છે, ઘણાં નિર્દોષો પર ખોટા કેસો થયેલા હોય છે પણ તેવા લોકો આત્મવિશ્વાસ ગુમાવતા નથી પોતાની જાતને નિર્દોષ પુરવાર કરે છે. અન્યાય સામે લડવું જોઇએ. અને બાળકોને ઇશ્વરે જન્મ આપ્યો છે તો તે તેમનું ભવિષ્ય લઇને આવ્યું જ હોય છે. માબાપ વગરના બાળકો પણ સારું જીવન જીવી જાય છે. આવા કિસ્સાથી દરેક બાળકના મનમાં ભય પેસી જશે અને બાળકોને સગા માબાપ પર વિશ્વાસ નહિ રહે. કોઈ પણ તકલીફનું નિરાકરણ ચર્ચાથી લાવો. ભારત વીરોની ભૂમી છે પીછે હઠ કરનારાની નહીં.
ગોદાડરા, સુરત- પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top