જ્યારથી લોકો ઘરેણાની કિંમતના એન્ડ્રોઇ અને સ્માર્ટ ફોન વાપરતા થયા અને જુદી જુદી કંપનીઓ દ્વારા ફ્રી નેટવર્ક અને વાઇ – ફાઇનો ઉપયોગ કરતા થયા, ત્યારથી જ રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઇટના અથવા દેવ – દેવીઓના ફોટા સાથેની જાત ભાતના લખાણો એકબીજાને ફોરવર્ડ કરવાની પધ્ધતિ લોકોને સરળ લાગી, તેથી અપનાવી દીધી છે. સોશિયલ મિડીયા પર જે કું. જેમ કે વોટસએપ, ફેસબુક, ટવીટર કે અન્ય કું.ઓ તેઓ તરફથી લોકોને ગમે તેવા વાત – વિચારો મૂકે છે અને તે વાંચી મેસેજને ફોરવર્ડ કરતા રહે છે અને જાણવા જોગ મેસેજ ચૂકી જવાય છે.
ચાલો, આ વાતને આપણે હકારાત્મક રીતે સ્વિકારીએ તો અહીં પ્રશ્ન એ આવે છે કે ગુડ મોર્નિંગ, જય શ્રીકૃષ્ણ, ગુડ નાઇટ જેવા મેસેજ ફોરવર્ડ કરનાર તેમના ઘરના વડીલોને સવારે ઉઠીને ગુડ મોર્નિંગ કે જય શ્રીકૃષ્ણ કરે છે? રાત્રે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જેવી શુભેચ્છા પાઠવે છે? જો આનો જવાબ ના હોય તો તેવા વ્યકિતને આવા મેસેજ અન્યોને કરવાનો કોઇ હક્ક કે અધિકાર મળતો નથી. જેથી પહેલા તમારા ઘરના વડીલોને ગુડ મોર્નિંગ કે જય શ્રીકૃષ્ણ કરો પછી બીજા સોશિયલ મિડીયા સાથે કનેકટીંગ મિત્રો કે ગૃપને કરો તે તે ન્યાયિક હોય શકે. ખરેખર તો સોશિયલ મીડીયા પર એટલા સારા સુવાકયો આવે છે કે જો તેનો અમલ ઘણા બધા લોકો કરતા થઇ જાય તો પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવે. પણ હજુ સુધી તેવું થતું જોવા મળ્યું નથી.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.