આપણી અત્યરની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે દરેક સેમેસ્ટર પછી પરીક્ષાઓ લેવાય છે અને દરેક પરીક્ષાના અંતે વિદ્યાર્થીને તેનો રિપોર્ટ કાર્ડ મળે છે અને મહત્તમ અંશે વિદ્યાર્થીનું મૂલ્યાંકન આ રિપોર્ટ કાર્ડના આધારે જ કરવામાં આવે છે પણ વિચારવું એ રહ્યું કે આ મૂલ્યાંકન પદ્ધતિ કેટલા અંશે કારગર છે. સામાન્ય રીતે વિદ્યાર્થીએ પરીક્ષામાં મેળવેલા ગુણ એ એણે પરીક્ષાના દસ દિવસ પેલા કેટલું ગોખ્યું છે ને પરીક્ષાના ત્રણ ચાર કલાક માં સપ્લીમેન્ટ્રીમાં કેટલું કેટલું ઓક્યું છે. એનો જ માપદંડ બતાવે છે. ઘણાખરા કિસાઓમાં એવું બને કે વિદ્યાર્થી પેપર જોઈએ ને ઘભરાઈ જાય ને પોતાનું સંપૂર્ણ નહી આપી શકે અને પરીક્ષામાં ઓછા ગુણ મેળવે તો શું આપણે તેને અજ્ઞાની ગણવો અથવા ઘણાખરા કિસાઓમાં વિદ્યાર્થી ચોરી કરીને સપૂણ ગુણ લઇ આવે. તો શું આપણે એને હોશિયાર ગણવો. તો જયારે હું એક વિદ્યાર્થી તરીકે આ આખા વિષયને જોવ છું ત્યારે મારા માટે પરીક્ષાઓ ફોર્માલિટી માત્ર રહી જાય છે અને આવા સંજોગોમાં પરીક્ષાઓ માત્ર મજબૂરી બનીને જ રહી જાય છે. મારા મતે આપણે આપણી પરીક્ષા તથા મૂલ્યાંકન પદ્ધતિ માં ધરખમ ફેરફાર કરવાની જરૂર છે અને ઓપન બુક ટેસ્ટ જેવા અધ્યતન મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. જેથી કરીને આપણે વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન કરી શકીયે અને તેનું કેલિબર જાણી શકીયે.
સુરત – નીલ જીબ્રેશ બક્ષી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરીક્ષાઓ જરૂરી કે મજબૂરી
By
Posted on