નવી દિલ્હી : હાલ પરીક્ષાઓની (Exam) ઋતુઓનો પ્રારંભ થઇ ચુક્યો છે એવામાં પાકિસ્તાનની (Pakistan) યુનિવર્સીટીએ (University) એવો વિચિત્ર સવાલ તેમના દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ર્ન પત્રમાં (Question Letter) પૂછવામાં આવેલો સવાલ એવો વિચિત્ર હતો કે ‘શું ભાઈ બહેન એક બીજાને પ્રેમ કરી શકે છે ‘ ? આવા સવાલને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાનની ઇસ્લામાબાદની કોંમસૈટ યુનિવરસીટીના ટેસ્ટ પ્રશ્નપત્રમાં આવો સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેનો જવાબ વિસ્તાર પૂર્વક 300 શબ્દોમાં લખવા માટે કહ્યું હતું. ભાઈ બહેનની વચ્ચે રોમાન્ટિક સંબંધો ઉપર કઈ રીતે લખવું તેને લઇને વિદ્યાર્થીઓ (Student) પણ ભારે મુંઝવણ અનુંભવી રહ્યા હતા.
- પાકિસ્તાનની યુનિવર્સીટીએ પ્રશ્ન પત્રમાં એવો વિચિત્ર સવાલ પૂછી લીધો હતો
- આ સવાલ ભાઈ બહેનના પવિત્ર સંબંધો ઉપર સવાલો ઉભા કરી શકે તેવો હતો
- વિર્દ્યાર્થિઓ પણ આ સવાલનો જવાબ 300 શબ્દોમાં લખવા માટે શરમ અનુભવતા હતા
ટેસ્ટમાં પૂછવામાં આવેલ પ્રશ્નપત્રમાં વર્ગખંડમાં ઉપસ્થિત શિક્ષકોએ વિદ્યાર્થીઓને આ સવાલને ખાસ રુચિ લઇને લખવા માટે કહી દીધું હતું. જોકે આ સવાલ ઉપર બબાલ થઇ ત્યારે શિક્ષકને નોકરી માંથી બરતરફ કરી દેવાયા હતા. અને તેમને બેલેકલિસ્ટ કરવામાં આવ્યા હતા.
હાલમાં જ આ પ્રશ્નપત્ર સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયું છે
બે મહિના બાદ પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલો આ સવાલ ચર્ચાઓનું કેન્દ્ર બની ગયો છે. વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનની ઇસ્લામાબાદ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલી ટેસ્ટના પ્રશ્ન પત્રમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ આ પ્રશ્નપત્ર તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ખુબ જ જલ્દીથી વાયરલ થૈ રહ્યું છે.આ સવાલ ઉપર લોકો દ્વારા તીખો પ્રતિશાદ આપવામાં આવી રહ્યો છે. હવે કેટલાક નેતાઓ દ્વારા પણ આ સવાલને ઈશ્યુ બનાવવામાં આવ્યો છે અને તેની ઉપર હવે ડિબેટિંગ શરુ થઇ ગઈ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
હવે યુનિવર્સીટીનુ વહીવટી ડિપાર્ટમેન્ટ પણ શરમ અબુભાવી રહ્યું છે
વિવાદીત એવા આ સવાલને લઇ સરકાર પણ શરમ અનુભિ રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આવા વિચિત્ર પશ્નને લઇને યુનિવર્સીટીનુ વહીવટી તંત્ર પણ હવે મુંઝવણમાં મુકાઈ ગયું છે. યુનિવર્સીટી ઇસ્લામાબાદના એક પ્રોફેસર ખેર ઊર બશર દ્વારા આ પ્રશ્નપત્ર સેટ કરવામાં આવ્યું હતું. અંગ્રીજી વિષયના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલા આ સવાલથી પાકિસ્તાનમાં પણ ખુબ નારાજગી છવાઈ ગઈ છે. પ્રશ્નપત્રમાં સ્પષ્ટ રીતે વ્યભિચારને વધારો આપતા આ સવાલે આપત્તિ જનક કહેવામાં આવ્યો છે. પ્રોફેસરને પણ બરતરફ કરવામાં આવ્યો છે. તેમના ઉપર દંડ ફટકારવાની કાર્યવાહી ના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. અને તેમની ઉપર તપાસની ઈન્કવાયરી પણ મુકવામાં આવી છે. ઇસ્લામદ પોલીસ મથકમાં એફઆઈઆર પણ દાખલ કરી દેવાઈ છે. પાકિસ્તાન આઇડિયોલોજિકલ પાર્ટીની એડવોકેટ વિંગના પ્રમુખ મુહમ્મદ અલ્તાફે પોલીસ ફરિયાદ દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે અશ્લીલ પ્રશ્ન ઇસ્લામિક મૂલ્યોને બદનામ કરી રહ્યો છે.
આ પ્રશ્નોના ઉત્તર 300 શબ્દોમાં લખવાની સૂચના અપાઈ હતી
પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને એક પેસેજ આપવામાં આવ્યો હતો જેમાં એક ચિત્ર દર્શાવાયુ હતું અને ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે જુલી અને માર્ક ભાઈ અને બહેન છે. તેઓ કોલેજમાંથી ઉનાળાના વિરામ દરમિયાન ફ્રાન્સમાં સાથે મુસાફરી કરી રહ્યા છે. એક રાત તેઓ બીચ નજીક એક કેબિનમાં એકલા રહ્યા છે. તેઓએ એકબીજા સાથે શારીરિક સંબંધો બાંધ્યા. પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓને આ દ્રશ્ય પર તેમના મંતવ્યો વિશે પૂછવામાં આવ્યું હતું. ત્રણ ભાગમાં જવાબ માંગવામાં આવ્યો હતો અને 300 શબ્દોથી ઓછામાં ઉત્તર આપવો નહિ તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
પક્ષિમી દેશોમાં પણ આવા સવાલો નથી પુછાતા
આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની યુનિવર્સીટીના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલા સવાલતો પશ્ચિમી દેશોમાં પણ નથી પુછાતા .સાથે જ સંશોધક અને લેખિકા શમા જુનેજોએ કહ્યું કે હું દાયકાઓથી પશ્ચિમમાં રહું છું. મારા બાળકો યુકેમાં ભણ્યા છે મેં આવી ગંદકી અને અશ્લીલતા ક્યારેય જોઈ નથી. અનાચાર અને વ્યભિચારને અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે.