Gujarat

ગુજરાતમાં 1 જુલાઈથી શરૂ થતી ધો.12ની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું

ગાંધીનગર: (Gandhinagar) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12ની (12th Class) પરીક્ષામાં (Exam) રાજ્યમાં આગામી 1 જુલાઈથી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે પરીક્ષાને લગતું ટાઈમટેબલ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે.

રાજ્યમાં ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી યોજાશે. પરીક્ષા કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાશે. મંગળવારે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવાયું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે. જોકે પરીક્ષા પહેલા વિદ્યાર્થીને વેક્સિન આપવા બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ પરીક્ષાને લઈને ટાઈમ ટેબલ જાહેર થઈ જતાં અને સ્થિતિ સ્પષ્ટ થઈ જતાં હવે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં કોઈ અસમંજસ રહેશે નહીં. એટલું જ નહીં સ્કૂલો પણ પોતાના કેન્દ્રો પર યુદ્ધના ધોરણે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેશે.

  • વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે
  • વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે
  • વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે.
  • સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે
  • પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે
  • જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે.
  • દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
  • પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.
  • જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.

Most Popular

To Top