Gujarat

પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા આ કોંગ્રેસી નેતાને ઓવૈસીની પાર્ટીએ આપી ગુજરાતની કમાન

ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, છોટુભાઇ વાસાવાની (Chhotubhai Vsasa) ભારતીય ટ્રાયબલ પાર્ટી (Bhartiya Tribal Party BTP)- અસદુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (All India Majlis-e-Ittehadul Muslimeen -AIMIM) પાર્ટી ગઠબંધન કરીને મેદાનમાં ઉતરવાના છે. રાજસ્થાનમાં કોંગ્રેસે દગાખોરી કરી હોવાના કારણે છોટુભાઇ વસાવાએ ગુજરાતમાં પણ કોંગ્રેસની સાથે ગઠબંધન તોડ્યું છે. છોટુભાઇએ ભાજપના કટ્ટર અને ગુજરાતમાં પોતાનો ડંકો વગાડવા આતુર ઔવેસી સાથે હાથ મિલાવ્યો છે.

આ વિશે છોટુ વસાવાએ કહ્યું હતુ કે, ‘અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું. તેમની સાથે મળીને આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું. સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે છોટુ વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, એક મહિનો થયો. કોર્પોરેટ સેક્ટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉધોગોના હાથનું રમકડું બની ગયુ છે.’. 

26 ડિસેમ્બરે અસાદઉદ્દીન ઔવેસીની પાર્ટી અને છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની વાત સામે આવી હતી. આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસાદઉદ્દીન ઔવેસીની પાર્ટીએ પોતાની પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી છે,

અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા કોંગ્રેસ છોડીને ઔવેસીની પાર્ટીમાં જોડાયા છે અને આજે પાર્ટી દ્વારા તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા છે.

આ જાહેરાત ઔવેસીએ ટ્વીટ કરીને કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં ગુજરાત પાર્ટી પ્રમુખનું નામ જાહેર કરી વધુમાં કહ્યુ હતુ કે ‘મને વિશ્વાસ છે કે, AIMIM ગુજરાતના લોકો માટે એક વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવશે.’.

2014 પછી દેશમાં સતત BJPના ચાહકો વધી રહ્યા છે. જેના કારણે પ્રાદેશિક પાર્ટીઓ મુશ્કેલીમાં મૂકાઇ છે. મહારાષ્ટ્ર પછી હાલમાં કર્ણાટક, હૈદરાબાદ અને હવે પ.બંગાળમાં પણ ભાજપના ચાણ્ક્ય અમિત શાહે પોતાની પાક્કી રણનીતિ ઘડી લીધી છે. પ.બંગાળ અને ગુજરાતમાં ચૂંટણીઓ પહેલા રસાકસીનો માહોલ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top