ફતેપુરા: ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેશકુમાર પારગી ની અધ્યક્ષતામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને તાલુકા જિલ્લા પંચાયતને ચૂંટણી લડેલા ઉમેદવારો દ્વારા મામલતદાર વી.એન.પરમાર ને આવેદન પત્ર રજૂ કર્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જ્યારથી દેશમાં ઈ.વી.એમ.મશીન થી ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે ત્યારથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે છતાં પણ ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે જનાદેશ વિરુદ્ધ ના લોકો સત્તામાં આવી લોકો વિરુદ્ધના કાયદાઓ ઘડી બંધારણ સાથે છેડછાડ કરે છે.
આધુનિક ટેકનોલોજીના ડિજિટલ જમાનામાં ઈ. વી.એમ મશીન હેક કરવું એ કોઇ મોટી વાત નથી હાલના સમયમાં રાજ્ય માં મોંઘવારી ના પ્રશ્નો રોજગારી ના પ્રશ્નો કોરોના બાબતે સરકારની નિષ્ફળતા હોય.
રાજ્યના નોકરિયાત વર્ગ વેપારી વર્ગ ને મજૂર વર્ગ ખેડૂત વર્ગ શિક્ષિત બેરોજગારો નો સખત વિરોધ હોવા છતાં ભાજપ સરકાર એક તરફી પરિણામ લાવે આ ઈ.વી.એમ.નો જ કમાલ છે આપણા દેશમાં પણ વિપક્ષ પાર્ટીઓનો વિરોધ હોવા છતા પણ ઈ.વી.એમ.થી ચૂંટણી કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે તેવી રજૂઆતો ટ્રાઇબલ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી