મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપનું શાનદાર પ્રદર્શન કરીને જવલંત વિજય પ્રાપ્ત થયો. તમામ એકિઝટ પોલમાં મહાયુતિની વિજયની આગાહીમાં ધાર્યા કરતાં વધુ સીટ હાંસલ કરતાં મતદારો અને રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કરી દીધા. મારા અંગત મત પ્રમાણે ‘EVM’ મશીનમાં ગરબડ, ધીમી તેમજ સ્પીડ ગતિએ બેટરી ચાર્જીસ થવી. મતદાન પૂર્ણ થયા બાદ મતદાન ટકાવારીમાં વિસંગતતા જોવા મળવી. જેવા મુદ્દાઓ પર ચૂંટણીપંચ વિપક્ષોની ફરિયાદ પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવવી તે ઘણું કરી જાય છે.
ભાજપનું લક્ષ્ય મોટાં રાજ્યોમાં સત્તા હાંસલ કરીને અને વિપક્ષોનું મોઢું ચૂપ રાખવા નાનાં રાજયો વિપક્ષોને ફાળે અર્પિત કરીને સત્તાધારી પક્ષે મોટે-પાયે અગાઉથી EVMમાં ગરબડની ભૂમિકા ભજવી હોય એવું શંકાપ્રેરિત હોઈ શકે ? ચૂંટણી પક્ષ નિષ્પક્ષ ચૂંટણી કરવા તનતોડ મહેનત કરે છે. પરંતુ ‘EVM’માં ગરબડ બાબતે રજૂઆત-સૂચન-બાબતે પુરાવા રજૂ કરવા જણાવવામાં આવે છે. આવનાર મહિનામાં ‘દિલ્હી’માં વિધાનસભા ચૂંટણી જાહેર થનાર હોય ત્યારે ચૂંટણીપંચે અત્યારથી ‘EVMને બદલે બેલેટ પેપરથી ઇલેકશનની પહેલ કરીને ચૂંટણી કરીને વિપક્ષોની માંગને ધ્યાન આપી બેલેટ પેપરથી ચૂંટણી કરશે ખરા ?
સૈયદપુરા – નાનજીભાઇ ભાણાભાઇ પડાયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચીન-ભારત, જોઇ લો ફરક
થોડા સમય અગાઉ એક જાણીતી કંપનીના આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળવા અંગેના તસ્વીર સાથેના સમાચાર ગુજ. મિત્રમાં વાંચેલા. કેટલીક કંપની દુકાનોના આઈસ્ક્રીમ તેમજ માવાના નમૂના ફેલ થયાની યાદી પણ ગુજ. મિત્રમાં જ વાંચેલી પરંતુ ત્યાર બાદ શું થયું? શું પગલાં ભરાયાં? આજેય એ બધી કંપની-દુકાનો આરામથી ધંધો કરે છે. બીજી તરફ માર્ચ 2023માં ચીનના એક શહેરમાં દૂધ વેચનારના દૂધના નમૂના ફેલ થયા. ભેળસેળ સાબિત થઇ એ બદલ 21 જવાબદારોને પકડવામાં આવ્યા. એમને તમામને બીજે જ મહિને ગોળી મારી મૃત્યુદંડ આપી દેવાયો!
હાલ આજે સમાચાર મુજબ એક બેંક અધિકારીએ ગોબાચારી કરતાં એનેય ગોળી મારી ત્રણ જ મહિનામાં મૃત્યુદંડ અપાયો. અહીં તો બેંકો ડૂબાડનારાઓ સાંસદ અને મંત્રી બની રાજ કરે છે! ગુજરાતમાં કેટલા કાંડ થયા? સુરત-વડોદરા-મોરબી- રાજકોટ કેટકેટલા મર્યા અને કેટલા જવાબદારોને પકડયા? 1/2 વર્ષમાં બધાને જામીન મળી જશે. રાજકોટનો TPO સાગઠીયા તો 500 કરોડની સંપત્તિનો માલિક નીકળ્યો એ જ રીતે યુપીના આઈ.એ.એસ. પી. શર્મા પણ બે વર્ષ પહેલાં 500 કરોડ કેશ સાથે પકડાયેલો શું થયું? 56ની છાતીવાળા શું કરે છે. ચીનમાં કોઇ સરકારી કર્મચારીના ટેબલ ઉપર ધાર્મિક ફોટા ન દેખાય તે જ રીતે કોઇ મુસ્લિમ કર્મચારી ફરજના સમયે ધાર્મિક ટોપી ન પહેરી શકે તેમ જ નમાજ પઢવા ન જઇ શકે! ભારતની પ્રજા અને સરકાર બેય નૌટંકીબાજ છે. ભારતમાં આઝાદી પછી 2543 ખતરનાક ગુનેગારોને ફાંસી ફરમાવાઈ છે તેમાંથી માત્ર 61ને ફાંસી એ લટકાવાયા છે બાકીના આજેય જેલમાં જલ્સા કરી રહ્યા છે. પછી કાયદાથી કોણ ડરે?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.