પહેલા દરેક ઘરોમાં પાણી પીવાં ખાસ જગ્યા રાખવામાં આવતી જેને પાણિયારું કહેવાતું હતું. આપણી કમનસીબીએ હવે આપણા ઘરોમાંથી પણિયારાનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે. પિત્તળના ગુંબજ, ચકચકિત ઢાંકણ કેટલાએ જોયું? પાણી માટે માટીનું માટલું જ હતું હજુ પાણીનાં માટલા તો મળે છે પણ એને ખરીદી ઘરમાં મુકવાવાળા શોધવા પડે એમ છે. સીધા માટલામાંથી પાણી લઈ લેવાનો રિવાજ નહોતો. માટલામાં હાથ કોઈ પણ સભ્ય સીધો નાખી શકતો નહોતો. ‘ડોયો’ કેટલાએ જોયો છે? ઘરમાં પવિત્ર સ્થાન પણિયારાનું હતું.
રોજ સવારે પાણી આવે એટલે પાણિયારું આખું પાણીથી ધોવાતું હતું. પાણી જ્યારે માટલામાં ભરવામાં આવતું તે વખતે એક સ્વચ્છ સફેદ કપડાથી ગાળીને માટલા વિછળાયને રોજેરોજ તાજું પાણી ભરવામાં આવતું. માટલા પર ઢકાતું ગોળ ઢાંકણ જેને બુઝારુ કહેવાતું હતું કેટલાકને યાદ છે. એ તો બહુ સુંદર નયનરમ્ય લાગતું હતું ઉનાળામાં બજારમાંથી આવતા ફળ પણિયારામાં જ મુકાતા. પહેલા ઘરમાં આવનાર સગા સબંધીઓ પડોશીઓ મિત્રમંડળનું સ્વાગત પાણીથી જ થતું હતું. અમુક ઘરોમાં પાણિયારા સુશોભિત અને આકર્ષક લાગતા હતા પાણિયારાની આજબાજુની જગ્યાઓમાં ઘરના મહિલાવર્ગે હાથે વણેલા શો પીસ પાણિયારાને એક અલગ ઉઠાવ આપતા. પાણિયારા સાથે ફળિયું, ગોખલો, તૂતક, માળિયું, કોઠારી, કાઠીના હાથે ભરેલા પલંગ, ભંડારિયા નળિયા, ઓસરી પણ ગાયબ થઈ રહ્યા છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
