ભારતમાં જોઈ છે ક્યારે બરફની રેસ્ટોરન્ટ? આ શહેરમાં તૈયાર થઈ સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ

કાશ્મીર: વિશ્વ વિખ્યાત સ્કી રિસોર્ટ (Ski resort ) ગુલમર્ગે (Gulmarg) તેની સુંદરતા અને આકર્ષણમાં વધુ એક પીંછા ઉમેર્યું છે, એક સ્થાનિક હોટેલિયરે ગુલમર્ગની મુલાકાત લેતા પ્રવાસીઓને રોમાંચક અનુભવ આપવા માટે ઇગ્લૂ (Igloo) રેસ્ટોરન્ટ (Restaurant) બનાવ્યું છે. કાશ્મીરના (Kashmir) તાજ (Taj) તરીકે ઓળખાતા ગુલમર્ગમાં ઇગ્લૂ (ઘુમટના આકારની બરફની ઝૂંપડી) રેસ્ટોરાં તૈયાર કરવામાં આવી છે. આ રેસ્ટોરાં તૈયાર કરનાર સૈયદ વસીમ શાહનો ( Syed Waseem Shah) દાવો છે કે, આ દુનિયાની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરાં છે. આ ઇગ્લૂની ઊંચાઈ 37.5 ફૂટ છે જ્યારે પહોળાઈ 44.5 ફૂટ છે. શાહે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) પણ અરજી કરી છે. ટૂંક સમયમાં ગિનિસ બુકની ટીમ આવીને આ રેસ્ટોરાંનું નિરીક્ષણ કરશે. ગુલમર્ગની આ રેસ્ટોરન્ટ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઇગ્લૂ ઘુમટના આકારનું બરફથી બનેલું એક ઘર હોય છે. ઇગ્લૂ ખાસ કરીને એ વિસ્તારમાં બનાવવામાં આવે છે જ્યાં મોટા ભાગે હિમવર્ષા થતી રહેતી હોય છે. શાહે જણાવ્યું હતું કે, આ વખતે ઇગ્લૂ રેસ્ટોરન્ટ લગભગ 1700 લોકોએ બે શિફ્ટમાં રાત-દિવસ કામ કરીને 64 દિવસમાં તૈયાર કરી છે. વસીમે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી ઇગ્લૂ વર્ષ 2016માં સ્વિટઝર્લેન્ડમાં બનાવવામાં આવી હતી. તેની ઊંચાઈ 33.8 ફૂટ અને પહોળાઈ 42.4 ફૂટ હતી. જ્યારે શાહે બનાવેલી ઇગ્લૂની ઊંચાઈ અને પહોળાઈ બન્ને વધુ છે. આથી આ દુનિયાની સૌથી મોટી ઇગ્લૂ છે.

બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં આ રેસ્ટોરન્ટ આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
વસીમ કહે છે, “1700 લોકોએ બે શિફ્ટમાં રાત-દિવસ કામ કર્યું અને તેને 64 દિવસમાં પૂર્ણ કર્યું. વસીમ પોતે સ્નો આર્ટનું જ્ઞાન ધરાવે છે, તમામ કામ તેની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.” તેણે કીધુ ગયા વર્ષે પણ તેણે ગુલમર્ગમાં એક ઇગ્લૂ રેસ્ટોરન્ટ તૈયાર કરી હતી જે એશિયાની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ હતી. તેની ઊંચાઈ 16 ફૂટ હતી અને તેનો વ્યાસ 22 ફૂટ હતો. તે સમયે, તેમાં 4 ટેબલ હતા અને લગભગ 16 લોકો બેસીને ભોજનનો આનંદ લઈ શકતા હતા. પરંતુ આ વર્ષે તેણે તેનો વધુ વિસ્તાર કર્યો અને બે ભાગમાં ઈગ્લૂ બનાવ્યું. ઇગ્લૂ બનાવવામાં લાકડાં, જાનવરોનાં ચામડાં, અને હાડકાંઓનો ઉપયોગ થાય છે. ખાસ કરીને કેનેડામાં મધ્ય આર્કટિક અને ગ્રીનલેન્ડના થુલે ક્ષેત્રના લોકો દ્વારા ઇગ્લૂ નિર્માણ કરવામાં આવે છે.

પ્રથમને સેલ્ફી પોઈન્ટ તરીકે રાખવામાં આવ્યો છે જ્યારે ઈગ્લૂના બીજા ભાગમાં બરફની બનેલી 10 ટેબલ-ખુરશીઓ મૂકવામાં આવી છે જેના પર લગભગ 40 લોકો બેસીને ભોજનનો આનંદ લઈ શકે છે. ગુલમર્ગની મુલાકાત લેતા સ્થાનિકો અને પ્રવાસીઓ ઇગ્લૂ રેસ્ટોરન્ટમાં ઉમટી પડે છે. પ્રવાસીઓનું કહેવું છે કે તેઓએ જીવનમાં પહેલીવાર આટલું વિશાળ ઈગ્લૂ રેસ્ટોરન્ટ જોયું છે.

ઇગ્લૂ રેસ્ટોરન્ટે ગુલમર્ગને વિશ્વનું સ્કીઇંગ ડેસ્ટિનેશન વધુ આકર્ષક બનાવ્યું હતું
ગુજરાતની એક પ્રવાસી રશ્મિએ કહ્યું કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેને ગુલમર્ગમાં આવો અનુભવ થશે. તેણે કહ્યું કે તેણે તેની તસવીરો લીધી છે જે તેના માટે યાદગાર રહેશે.અન્ય પ્રવાસી જો ગુજરાતે કહ્યું કે “આ કલ્પના બહારની વાત છે કે અમે માત્ર ઇગ્લૂ વિશે સાંભળ્યું છે, પરંતુ અમે તેને અનુભવતા જોઈ શકીએ છીએ, તે અદ્ભુત છે” આ ઇગ્લૂ રેસ્ટોરન્ટે ગુલમર્ગને વિશ્વનું સ્કીઇંગ ડેસ્ટિનેશન વધુ આકર્ષક બનાવ્યું હતું. ઇગ્લૂ એ બરફનું બનેલું ગુંબજ આકારનું ઘર છે. તે સામાન્ય રીતે એવા વિસ્તારોમાં બનાવવામાં આવે છે જ્યાં પૂરતી હિમવર્ષા હોય છે. મુખ્યત્વે ઇગ્લૂઓ કેનેડાના સેન્ટ્રલ આર્કટિક અને ગ્રીનલેન્ડના પ્રદેશમાં જોવા મળે છે.

Most Popular

To Top