વડોદરા : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જે ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલને કોંગ્રેસના ગણાવ્યા હતા તે મયંક પટેલ અને ક્રેડાઇના હોદ્દેદારો સાથે વડોદરાના મેયર અને વુડાના અધિકારીઓએ બેઠક કરી સકારાત્મક વલણ સાથે મોટાભાગના મુદ્દાઓને હલ કરવાની હૈયાધારણા આપી છે તેમજ વડોદરાનો વિકાસ ખોવાયો છે તે વિવાદ પર પણ પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરામાં બિલ્ડર્સના હિતો માટે કાર્યરત ક્રેડાઇ સંસ્થાના પ્રમુખ મયંક પટેલ દ્વારા વડોદરાનો વિકાસ ખોવાયો છે ક્રેડાઇના મુદ્દાઓને લઇ પાલિકા તંત્ર અને વુડા સામે તલવાર ખેંચી હતી જેની અસર ધીમે ધીમે થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ક્રેડાઇના પ્રશ્નો મામલે પાલિકામાં બેઠક બાદ વુડા કચેરી ખાતે પણ ખાસ બેઠક મળી હતી.
વુંડાના સીઈઓ અશોક પટેલ સહિતના પદાધિકારીઓની હાજરીમાં ક્રેડાઇ ના પ્રમુખ મયંક પટેલ ગુજરાત ક્રેડાઇના હેમંત પટેલ ગુજરાત ક્રેડાઇના ઉપપ્રમુખ પ્રિતેશ શાહ સહિત અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં ક્રેડાઇના હોદ્દેદારોએ 15 દિવસમાં પ્લોટ વેલીડેશન 30 દિવસમાં રજા ચિઠ્ઠી, ઇન્ક્રીમેન્ટ ક્રોન્ટ્રીબ્યુશન ના નિયમો બનાવવા ,વુડા વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને TP ખૂલ્લી મુકવા સહિતના મુદ્દાઓને લઇ ચર્ચા કરી હતી બેઠકમાં વુડા તરફથી પણ હકારાત્મક વલણ સાથે તમામ મુદ્દાઓને આગામી માર્ચ મહિનામાં મળનાર બોર્ડ મિટિંગમાં મુકવામાં આવશે તેવી બાંયધરી આપી અને ઝડપથી તમામ પ્રશ્નો હલ કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
મેયરનું હકારાત્મક વલણને લઈ ક્રેડાઈના હોદેદારો ખુશ
ક્રેડાઈ ના મયંક પટેલ અને હોદેદારો એ પાલિકા ખાતે મેયર કેયુર રોકડિયા સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.પેન્ડિગ ફાઈલો અંગે બેઠક માં રજુઆત કરવામાં આવી હતી.માં પ્લોટ વેલીડેશન , રજા ચિઠ્ઠી એવા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં મેયરે હકારાત્મક વલણ અપનાવતા ક્રેડાઈ ના હોદેદારો માં ખુશી જોવા મળી હતી. મેયરે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જે તાત્કાલિક નિકાલ ની ફાઈલો હોય તેની કામગીરી તાત્કાલિક નિકાલ કરવામાં આવે. જેમાં પ્લોટ વેલીડેશન, રજા ચિઠ્ઠી જેવા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. મેયર કેવું રોકડિયા જણાવ્યું હતું કે ક્રેડાઇ ના હોદ્દેદારો રજૂઆત લઈને આવ્યા હતા.
જેમાં વિકાસ ફળોને લાંબો પિરિયાર્ડ આપવો, રજા ચિઠ્ઠી પ્લોટ વેલીડેશન, એવા અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ તાત્કાલિક ધોરણે ફાઇલોનો નિકાલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ક્રેડાઈ ના પ્રમુખ મયંક પટેલ જણાવ્યું હતું કે મેયર સાથે બેઠક કરી હતી જેમાં મેયર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. 90 જેટલી ફાઈલો હાલમાં પેન્ડિંગ છે જેમાં ૫૬ જેટલી ફાઈલો પ્લોટ વેલીડેશન ની છે અને બાકીની રજા ચિઠ્ઠી ની ફાઇલો હાલમાં પાલિકામાં પેન્ડિંગ છે.આગામી ૧૫મી માર્ચે મેયર સાથે રીવ્યુ બેઠક કરવામાં આવશે અને જે પેન્ડીંગ ફાઈલો હશે તેનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે. જેથી ૩૧ માર્ચ સુધીમાં ફાઈલો ક્લિયર થઈ જાય.
માર્ચમાં વુડાની બોર્ડ મીટીંગ મળશે
વુડાના સીઈઓ અશોક પટેલના જણાવ્યા મુજબ આગામી માર્ચ મહિનામાં વુડાની બોર્ડ મીટીંગ મળશે જેમાં ક્રેડાઇ ની રજૂઆતો પર ચર્ચા કરવામાં આવશે ઉપરાંત પ્લોટ વેલીડેશન અને રજા ચિઠ્ઠીથી કામગીરી ઝડપથી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
મેયર- વુડા આપેલા વચનો પૂરા કરશે
પાંચ દિવસ પહેલાં જ વડોદરા નો વિકાસ ખોવાયો છે તેવી પોસ્ટ સાથે પાલિકા અને વુંડાની કામગીરી સામે સવાલ ઉઠાવનાર ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલની મુહિમ રંગ લાવી છે પાલિકા અને વુડાએ બેઠકો કરી પ્રશ્નોને હલ કરવા તૈયારી બતાવી છે તેને લઈ મયંક પટેલે પણ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાલિકા અને વુડાનો અભિગમ પોઝીટીવ છે અમારા મોટા ભાગના પ્રશ્નો હલ કરવાની બાહેધરી આપવામાં આવી છે અને વુડાની આગામી બોર્ડ મિટિંગમાં તમામ મુદ્દાઓને આવરી ઠરાવ પણ કરવામાં આવશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.
ધારાસભ્યોની રજૂઆતોને એક વર્ષ સુધી કાને ન લેવાઇ
20 january 2021 ના રોજ વડોદરાના સાંસદ ધારાસભ્યો કોર્પોરેશનના સત્તાધીશો અધિકારીઓ વુડાના અધિકારીઓ અને ક્રેડાઇ તેમજ આર્કિટેક એશો વચ્ચે બેઠક મીટીંગ મળી હતી આ મિટિંગમાં વડોદરાના ધારાસભ્યોએ પ્લોટ વેલીડેશન, રજા ચિઠ્ઠી,tp અને ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુંશનથી વુંડા વિસ્તારના રોડ રસ્તા પાણી સહિતની સુવિધા કરવા માટે રજૂઆત કરી હતી તેમજ વુંડાની કામગીરીના માં વિલંબ અંગે પણ ટકોર કરી હતી સાથે જ બોર્ડ મિટિંગમાં પણ તમામ મુદ્દાઓને આવરી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પણ ચર્ચા કરી હતી પરંતુ એક વર્ષથી બાદ પણ ધારાસભ્યોને મોટાભાગની રજૂઆત પર કોઈ નિર્ણય લેવાયો ન હતો.