Gujarat

આખરે મુખ્યમંત્રીને મોડે ભાન આવ્યું, બેડ-ઓક્સિજન-દવાની અગવડતા પડી રહી છે

gandhinagar : રાજ્યમાં કોરોનાના ( corona ) બીજી લહેર ખતરનાક છે, જેમના કારણે રાજ્યમાં સ્વાભાવિક રીતે કયાંક દર્દીઓની સારવાર માટે બેડ ( bed) , ઓકિસજન ( oxygen) કે દવાઓની અગવડતા પડી રહી છે. મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. જો કે રાજ્ય સરકાર, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સો એક યુદ્ધની જેમ કોરોનાની સામે લડી રહ્યા છે, તેમ સીએમ વિજય રૂપાણીએ આજે સાંજે ફેસબુક લાઈવ દ્વારા સંબોધન કરતાં કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે અગવડતાઓ વચ્ચે પણ આપણે હિંમત હારવાની નથી. સરકારે સતત કામ કરી રહી છે.

અત્યારે કોરોના દર્દીઓની સારવાર માટે 94,000 બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યારે ઓક્સિજન બેડમાં પણ વધારો કરીને તે 52,000 સુધી લઈ જવાયા છે. 1000 મે.ટન ઓક્સિજનનો કવોટા કેન્દ્ર ગુજરાતને આપે છે, એક મહિનામાં 5 લાખ રેમડિસિવર ઈન્જેકશન (remdesivir injection) ઉપલબ્ધ કરાવ્યા છે. પરંતુ સંક્રમણ જે રીતે વધી રહ્યુ છે ત્યારે તેનો સામનો કરવા આપણે કોરોના સામેના યુદ્ધમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીશું. 1લી એપ્રિલથી 26મી એપ્રિલ સુધીમાં 2 લાખ લોકો સંક્રમિત થયા છે. 2 લાખમાંથી 92 હજાર લોકો સાજા થયા છે. રીકવરી રેટ પણ વધી રહ્યો છે. આપણી પાસે વેકસીન જેવું શસ્ત્ર છે. કોરોનાના નિયમોનું પાલન થાય તે જરૂરી છે. 29 શહેરોમાં કેન્દ્રની ગાઈડલાઈન મુજબ કરફ્યૂ નાંખ્યો છે. આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ઓફિસોમાં 50 ટકા સ્ટાફ અને ઉદ્યોગો પણ ચાલુ રહેશે.

રોજનું કમાઈ ખાનારને કોઈ તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખ્યું છે. આ રીતે સરકાર સંક્રમણની ચેઈન તોડી નાંખવા માંગીયે છીયે. ગામડાઓમાં પણ નજીકના તબીબોને બોલાવીને ટેસ્ટીંગ કરાવીને જો કોરોના નીકળે તો તેને વાડી કે સ્કૂલમાં તેને આઈસોલેટ કરવા જોઈએ. તાત્કાલીક નિરાકરણ કરીને કોરોના પોઝિટિવ ( corona positive) વ્યક્તિને ગામમમાં ફરતા અટકાવવા પડશે, કેટલીક વ્યક્તિઓ દૂધની થેલી લઈને આખા ગામમાં ફરીને પરત આવે છે. હકીકતમાં ઘરની બહાર નીકળવાની જરૂર છે જ નહીં. આ રીતે 8 દિવસ અભિયાન ચલાવવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ ( social distance) , માસ્ક ( mask) , સેનિટાઈઝર નો ઉપયોગ કરવો જોઈએ. જેથી ગુજરાત જીતશે અને કોરોના હારશે.

Most Popular

To Top