હવે બાર મહિનામાં કેટલીક ઘટનાઓ ડોલાવશે તે પણ જોઈ લઈએ. 17-30 જાન્યુઆરી મેલબોર્ન પાર્કમાં ઓસ્ટ્રેલિયન ઓપન સીઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ,ગણતંત્ર દિવસ ઉજવતાં ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવનને જોડતો માર્ગ ખૂલશે…ન્યુ સેન્ટ્રલ વિસ્તારનું એવન્યુનું ઉદ્દઘાટન થશે.
ફેબ્રુઆરી બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક્સની રમતોનો રોમાંચ જોવાં મળશે.ઘર આંગણે ગોવા,ઉત્તર પ્રદેશ,મણિપુર,પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાટો રહેશે.
માર્ચ માર્ચમાં નાસાની સ્પેસ લોંચ સિસ્ટમ આર્ટેમિસ 1 નામક મિશન અવકાશમાં તેની પ્રથમ સફર કરી શકે છે. માર્ચમાં 50મી વર્ષગાંઠ ઉજવવા’ધ ગોડફાધર ‘એક નવા 4K રિમાસ્ટર ધ્વનિ અને છબીની ગુણવત્તા સાથે થિયેટરોમાં પાછું આવી રહ્યું છે જે ચાહકોને ભવ્ય શૈલીમાં ‘ધ ગોડફાધર’ની ઉજવણી કરવાની સંપૂર્ણ તક આપશે.ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ચોવીસ વર્ષે પાકિસ્તાનમાં ટેસ્ટ અને વન ડે સિરીઝ રમશે. તો ન્યુઝીલેન્ડ ખાતે મહિલાઓની વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ આરંભ થશે.
એપ્રિલ દેશમાં નવો શ્રમ કાયદો લાગુ પડશે તો અઠવાડિયામાં ચાર દિવસ શ્રમ માટે થઈ જશે.ફ્રેન્ચ પ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ થશે. ABBએ વોયેજ ચાર દાયકા પછી સાથે આવે છે એગ્નેથા ફાલ્ટસ્કોગ,y બેયોર્ન ઉલ્વયુસ, બેની એન્ડરસન અને એન્ની-ફ્રિડ લિંગસ્ટાડ એક નવાં આલ્બમમાં અને વર્ચ્યુઅલ ટૂર માટે ફરી જોડાયા છે. લંડનના એલિઝાબેથ ઓલિમ્પિક પાર્કમાં 27 મેનાં લાઇવ શો રજૂ થશે! રશિયામાં 28 મેના યુરોપિયન ફૂટબોલ લીગની ફાઈનલ રમાશે.
જૂન 2જી જૂનના રાણી એલિઝાબેથ બીજી પરેડ સાથે ચાર દિવસના ઉત્સવો સાથે રાજગાદી પરના 70માં વર્ષની ઉજવણી કરશે. 27 જૂનથી શરૂ થતી વિમ્બલ્ડનની રમત લોકોનું ઘ્યાન ખેંચી લેશે.
જુલાઈ જુલાઈ 24-31 દરમિયાન ટૂર ડી ફ્રાન્સ ફેમ્સ પેરિસમાં શૉઝલીઝેમાં શરૂ થશે.જેમાં 1989 પછી પહેલીવાર મહિલાઓ પણ ભાગ લેશે. બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 26 જુલાઈથી 7 ઑગસ્ટ સુધી ચાલશે.
ઑગસ્ટ 15 ઓગસ્ટ 2022ના ભારતવાસીઓ સ્વાતંત્રતાની 75મી વર્ષગાંઠ અમૃત મહોત્સવ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવશે,તિરંગો સર્વત્ર લહેરાશે.
સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં યુરોપ અને રશિયા વચ્ચે સયુંકત વિકસિત, ExoMars મિશન લોન્ચ થશે. મિશનનો પ્રાથમિક ધ્યેય એ નક્કી કરવાનો છે કે મંગળ પર ક્યારેય જીવન છે કે કેમ અને પાણીના ઇતિહાસને વધુ સારી રીતે સમજવું.જેની અધિરાઈની જેમ રાહ જોવાઈ રહી છે તે ટેસ્લા કાર ભારતમાં લોન્ચ થશે.
ઑક્ટોબર 2જી આૅક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી ઉજવાશે,બેંગલુરું અને મયસોર વચ્ચે એક્સપ્રેસ હાઇવે ખુલી જશે. બ્રાઝીલમાં નવાં પ્રેસિડેન્ટ માટે ચૂંટણી યોજાશે.
નવેમ્બર નવેમ્બરમાં ફિફા વર્લ્ડ કપ,દુનિયાનું સૌથી મોટું પુરાતત્વીય ગ્રાન્ડ ઇજિપ્શ્યન મ્યુઝિયમ ખૂલી જશે!
ડિસેમ્બર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગશે.દુનિયાના સૌથી ઊંચે નિર્મિત ચેનબ રેલવે બ્રિજ પર પહેલી ટ્રેન પસાર થશે! 16 ડિસેમ્બરે ફિલ્મ અવતાર-2 રીલિઝ થવાની છે. જેટ-2.0 અને આકાશ એરલાઈન્સના પ્લેનો ઉડાન ભરશે,ગગનયાન મિશન પ્રગતિ કરશે. કસોટીથી ભાગે તેને જ કસોટી મારે,બાર મહિનાના કોઠામાં માસ્ક અને ટાસ્ક વચ્ચે મહામારી વિદાય લેશે,દરેક ભારતીયને ટીકા આપવાનું કામ પૂર્ણ થઈ જશે!