વડોદરા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાને કારણે સ્થિતિ વિકટ બની છે ભર શિયાળે વડોદરા શહેર-જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે જેના કારણે ખેતી પાકને નુકશાન થયું છે બીજી બાજુ સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદને કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારો અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને પગલે શિયાળા ને બદલે ચોમાસુ હોય તેઓ અહેસાસ વડોદરીએ કર્યો હતો બીજા દિવસે પણ વડોદરામાં ઠંડીનો પારો ઊંચકાતા લોકો ધૂર્જ્યા હતા.
છેલ્લા બે દિવસથી શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસી રહ્યો છે બીજા દિવસે પણ કમોસમી વરસાદના ઝાંપટાઓથી શહેરનું જન જીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું વહેલી સવાર થી બપોર સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ સાથે અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ પાણી ભરાઇ ગયા હતા વરસાદને કારણે નોકરી ઓફિસ જતા લોકો બીજા દિવસે પણ અટવાયા હતા સતત વરસાદ અને ક્યારેક જોરદાર ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું.
ઠંડીનો પારો ઉચકાતા લોકોને ઠંડી અને વરસાદથી બચવા ગરમ વસ્ત્રો ની સાથે રેઇનકોટ પહેરવાની ફરજ પડી હતી વરસાદને કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી બીજી તરફ માવઠાની મુસીબતથી ખેડૂતોના હાલ બેહાલ થયા હતા ખેડૂતોનો શિયાળાના પાક ને નુકસાન પહોંચે તેવી શક્યતા વધી છે બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી કેટલાક શિયાળુ પાક બગડે તેવી સંભાવનાઓ પણ વધી છે ત્યારે જગત ના તાત ની ચિંતાઓમાં પણ વધારો થયો છે.વ્યવસ્થા કરવામાં પણ યજમાનને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત અનેક સામાજીક પ્રસંગો પણ વરસાદને કારણે અટવાઈ ગયા હતા
માવઠાની શિક્ષણ પર પણ માઠી અસર
કોરોનાને કારણે લગભગ દોઢથી બે વર્ષ સુધી શિક્ષણકાર્ય થઈ શક્યું ન હતું માત્ર ઓનલાઇન ચાલતા હતા જોકે દિવાળી બાદ કોરોનાની ગતિ ધીમી પડતા ફરી એકવાર શાળાઓ ધમધમતી થઇ હતી શિક્ષણ સમિતિ સહિત શહેરની તમામ શાળાઓમાં ધીમે ધીમે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું ત્યારે માવઠાને કારણે માંડ માંડ પાટે ચડેલી શિક્ષણની ગાડીને બ્રેક લાગી હતી બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં બાળકોની હાજરી ખૂબ જ ઓછી જણાઇ હતી જ્યારે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની હાજરીમાં ૨૦થી ૨૫ ટકા જ રહી હતી કરતો શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 થી 20 ટકા જ હતી.