Comments

“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?

પ્રથમ સેમેસ્ટર પૂરું થયું . પ્રથમ સેમની પરીક્ષાઓ ચાલુ થઇ અને છતાં ગુજરાતની કોલેજોમાં પ્રથમ વર્ષમાં એડમીશન ચાલુ છે . છેલ્લા વર્ષો થી જી કાસ માં નોધણી કર્યા પછી જ એડમીશન થાય છે એટલે સરકારનું શિક્ષણ ખાતું આ પ્રવેશ ચાલુ છે તે નથી જાણતું તેવું નથી. હવે આખું સત્ર પૂરું થયા બાદ જે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે તે ના અભ્યાસ નું શું ? તેના સતત મૂલ્યાંકન નું શું ? એસૈન્મેન્ત, પરીક્ષા વગેરે નું શું કરવાનું ? માત્ર ફી માટે આખું સત્ર પત્યા બાદ પ્રવેશ આપી બધું જ પતિ ગયું એમ માની લેવાનું ? આમાં શિક્ષણની ગુણવત્તા ને તો ભૂલી જ જવાની ને ?

ગુજરાતમાં શિક્ષણની નિસ્બત પૂર્વકની ચર્ચા ક્યાય થતી જ નથી . માત્ર પ્રવેશ મેળવો અને પરીક્ષા પાસ કરોનું દુષણ વ્યાપક બનતું જાય છે . આપણે હમણાં એડમીશન થાય છે તે વિદ્યાર્થીના શિક્ષણની ચર્ચા કરી પણ જેમણે પહેલે થી એડમીશન લીધું છે તેમના અભ્યાસ માં પણ કાઈ ભલીવાર નહિ. મોટા ભાગ ની કોલેજોમાં રૂબરૂ જાવ તો સમજ પડે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ એ કોલેજમાં જતા જ નથી

 ઉચ્ચ શિક્ષણમાં નવી શિક્ષણના અમલમાં બે વર્ષ પુરા થયા અને વ્યવહારિક મુશ્કેલીઓ આવવા પણ માડી એક તો ગુજરતમાં સેમેસ્ટર પ્રથા આવી ત્યારથી શિક્ષણની ઘોર ખોદાઈ જ ગઈ છે. છ મહિનાના સત્રમાં એક મહિનો પ્રવેશમાં જાય અને માંડ બે મહિના શિક્ષણ થાય ના થાય ત્યાં પરીક્ષા આવી જાય છે. અને પછી વેકેશન થાય છે . વિજ્ઞાન પ્રવાહમાં તો પ્રેક્ટીકલ પરીક્ષાનું તંત્ર એટલું લાંબુ ચાલે છે કે તે શિક્ષણના દિવસો પણ ખાઈ જાય છે. હવે આમાં નવી મુશ્કેલી ઉભી થઇ છે અને તે છે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત આપવામાં આવેલ વિષય વૈવિધ્યની

નવી શિક્ષણ નીતિમાં હવે આર્ટસ કોમર્સ સાયન્સ અને તેના જ વિષયો નું નિશ્ચિત માળખું એવું રહ્યું નથી. હવે વિભાગોની સરહદો ઓળંગી ને વિદ્યાર્થી બીજા વિષયો પણ પસંદ કરી શકે છે. એટલે કે ભૌતિકશાસ્ત્ર સાથે તે અભિજ્ઞાન શાકુંતલ પણ ભણી શક્છે. અને વળી તમામે ભારતીય જ્ઞાન પરમ્પરાનો એક વિષય ભણવાનો છે. એટલે હવે થયું છે એવું કે ખુબ બધા વિષયો અને વિકલ્પોની પરીક્ષા લેવાની વ્યવસ્થા યુનીવર્સીટીએ કરવાની થાય છે અને નવા માળખામાં મુલ્યાંકન પ્રક્રિયામાં પચાસ ટકા કોલેજ કક્ષાએ અને પચાસ ટકા મુલાયાક્ન યુનીવર્સીટી કક્ષાથી થશે . અને કોલેજ કક્ષાના મુલાક્નમાં એસાઈનમેન્ટ, સેમીનાર, ક્વીઝ, ચર્ચા જેવી અનેક વિધ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીનું સર્વગ્રાહી મુલાક્ન થશે .

હાલમાં જે જોવામાં આવ્યું છે તેમાં હવે કેટલીક યુંનીવ્ર્સીતીએ તો મુખ્ય બે વિષયના પેપર સિવાયના લગભગ ત્રણ વિષયના ત્રણ પેપરની પરીક્ષા અને મૂલ્યાંકન કોલેજને સ્થાનિક લેવલે જ સોપ્યું છે એલ્તે ત્યાં તો સો એ સો ટકા મુલ્યાંકન કોલેજે જ કરવાનું છે હવે વિચારવાનો મુદ્દો એ કે બધા જ વિષયમાં પચાસ ટકા માર્ક કોલેજ કક્ષાએ આપવાના હોય અને ત્રણ પેપરમાં તો સો એ સો ટકા માર્કિંગ કોલેજ દ્વારા જ થવાનું હોય તો ગુણવત્તાના પ્રશ્નો ઉદભવવાના છે. વળી ગુજરાતમાં જે રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો નો રાફડો ફાટ્યો છે ત્યાં આ પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિ માં ગુણવત્તા ની આશા રાખવી કેટલા અંશે યોગ્ય થશે ?

માત્ર લેખિત પરીક્ષા દ્વરા વિદ્યાર્થી ના જ્ઞાનનું મૂલ્યાંકન કરવાની પરમ્પરાગત પદ્ધતિ ની અનેક મર્યાદા છે વિદ્યાર્થીના સમગ્ર વ્યક્તિત્વનું મુલાય્ક્ન કરવા માટે અન્ય પાસા પણ તપાસવા પડે . આ દ્રષ્ટિએ જોવા જઈએ તો તેઓ ચર્ચામાં જોડાય ,પ્રોજેક્ટ વર્ક કરે, એસૈન્મેન્ત લખે, હેતુ લક્ષી પરીક્ષા આપે, ક્વીઝ, વકતૃત્વ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે અને તે દ્વારા તેના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન થઇ શકે . આ વાત વાંચવામાં અને બોલવામાં ઘણી જ આકર્ષક લાગે છે પણ આ તમામ ના પાયામાં છે નૈતિકતા અને જવાબદેહી પણું. વાસ્તવિકતામાં તો ક્લાસ રૂમના વિદ્યાર્થીની સંખ્યાજ એટલી છે કે ના બધાના સેમીનાર લઇ શકાય, ના બધાની ક્વીઝ યોજી શકાય. દોઢશો વિદ્યાર્થીનો એક વર્ગ હોય ત્યાં બધા પાસે પ્રોજેક્ટ કરાવવો, ચર્ચાઓ યોજવી અને સતત મૂલ્યાંકન કરવું અઘરું થઇ પડે . આમાં ફાયદો કે ગેરલાભ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ને

કારણ ત્યાં, સેલ્ફ ફાઈનાસ કોલેજ માં ફી ભરવા માત્રથી માર્ક મળી જાય અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ કે સરકારી કોલેજો માં સેલ્ફ ફાઈનાન્સ ના વાદે માર્કની લાણી થાય તો ગુણવત્તાનું તો ધબો નારાયણ થાય. માટે નવી શિક્ષણ નીતિમાં અનીતિ ને છુટ્ટો દોર મળવાની સમભાવના વધી ગઈ છે . સરકાર વિષયો વધવા સાથે અધ્યાપકો વધારવા નથી માંગતી માટે જ મલ્ટી ડીસીપ્લાનરી, ઇન્ટર ડીસીપ્લાનરી જેવા વિષયો કોલેજ કક્ષએજ ભણાવાય અને પરીક્ષા પણ કોલેજ જ લે તેવા નિયમો બનવા દેવાય છે . અમ પણ વિદેશોમાં કેમ્પસ યુનીવર્સીટી માં ઓછા વિદ્યાર્થીઓ માટે નીતિમત્તા યુક્ત શિક્ષણ નીતિ મોટી સંખ્યામાં કોલેજો અને વિદ્યાર્થીઓ માં લાગુ પડવી વ્યવહારુ બની રહી નથી એવું હાલ લાગી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top