Charchapatra

વડાપ્રધાન ભલે ગૌરવ લે, પણ પાવાગઢમાં હજુ જોઇતી સગવડો નથી

તા. 26 જૂન 2022 રવિવારે પાવાગઢની દુ:ખદ યાત્રાની સત્ય ઘટના અમારા પરિવારના નવ યાત્રી પાવાગઢ ગયા હતા. સાંજે સાડા પાંચે ફકત અમારા ચાર વ્યકિત 170 રૂા.ની ટીકીટ લઇ રોપવેમાં માતાજીના દર્શન કરવા ગયા. જેમની ઉમર63 વર્ષ, 33 વર્ષ, પાંચ મહિના, 36 વર્ષની માનસિક અને શારીરિક વિકલાંગ, 41 વર્ષનો જનમ્થી 100 ટકા અંધ. ઉપર પહોંચ્યા બાદ વરસાદ-વાવાઝોડાના કારણે સાંજે 6 કલાકે રોપવે સેવા બંધ થઇ ગઇ. મારી સાથેના પાંચ ઉપર જઇ શકયા નહિ. રીફંડ મળી ગયું. પરંતુ ઉપર ગયેલ મારી પુત્રી અને દોહિત્રી પાંચ મહિનાની તથા મારો 41 વર્ષનો અંધ પુત્ર 36 વર્ષની વિકલાંગ પુત્રી અને 63 વર્ષની મારી પત્નીને વરસાદ વાવાઝોડુ અંધાર પટમાં પગપાળા નીચે આવતા જેમ તેમ સાડા ત્રણ કલાક થયા. વરસાદ, વાવાઝોડું વિજળીના ઝબકારા વચ્ચે નીચે ઉતરતા શું હાલત થઇ તે અમારું મન જાણે. 100 વર્ષના ઘરડા અંધ, બિમાર વગેરેની દશા ખુબ જ દયનિય હતી. હજારો લોકો રોપવે બંધ પડતા ઉપર ફસાયા જેને નીચે ઉતરતા નાકે દમ આવી ગયો ત્યાંનું તંત્રએ બીજી બાજુનો વિકલ્પ પણ વિકસાવવો જોઇએ. રસ્તામાં લાઇટ, બેઠક વ્યવસ્થા, સંડાસ, પાણીની વ્યવસ્થા પતરા અથવા પ્લાસ્ટીકના છાપરા બનાવવા ખુબ જરૂરી છે.
સુરત              – હર્ષદ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top