હમણા રેડિયો પર અવાર નવાર જનરેટિક દવાઓ અંગે સાંભળવા મળે છે. એમાં આવે છે એ પ્રમાણે સરકારે ઠેર ઠેર એની દુકાનો ખોલી છે, વળી એમ પણ જાણવા મળ્યું છે કે આ દવાઓ પ્રમાણમાં ઘણી સસ્તી હોય છે. પણ પ્રશ્ન એ અહીં ઉદભવે છે કે સામાન્ય ડોકટરો અને એમ.ડીોઓ આ દવાઓ લખે છે ખરા? જો દર્દી ડોકટરોએ લખેલી દવા જેવી જ જનરેટિક દવાઓ ખરીદે તો ડોકટરો એ ચલાવે છે ખરા?
મારી ડોકટર મિત્રોને વિનંતી છે કે તેઓ એલોપેથી દવાઓ પર બનાવતી કંપનીઓ તરફથી મળતી ભેટોનો મોહ છોડી જનરેટિક દવાઓ લખે જેથી ભયંકર મોંઘવારીમાં પિસાતી પ્રજાને કંઇક રાહત મળે તો સરકારએ પણ ડોકટરો જનરેટીક દવાઓ લખે એ માટે ચોક્કસ વ્યવસ્થા કરવી જોઇએ.
સુરત – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.