વડોદરા: શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવાની હોય જેટ પેચર મશીનથી પેચવર્ક કરવાનાં કામનું ડેમોસ્ટ્રેશન મેયર કેયુરભાઈ રોકડીયાની ઉપસ્થિતિમાં રેસકોર્સ નટુભાઈ સર્કલ ખાતે રાખવામાં આવ્યું હતું. પાલિકા ટેક્નોક્રેટ મેયર કેયુર રોકડીયા આ વખતે નવી ટેકનોલોજી લાયા છે.વરસાદ દરમ્યાન શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામ માટે વડોદરા મહાનગર સેવાસદનએ કવાયત હાથ ધરી છે. શહેરમાં ખાડા પૂરવા માટે કોર્પોરેશને પેચિંગ મશીન મૂકવાનું આયોજન હાથ ધર્યું છે.
રેસકોર્સ ખાતે આજે મેયર કેવું રોકડિયા સમિતિના અધ્યક્ષ ડૉ જિતેન્દ્ર પટેલ અને અંજની રોડ પેચર્સ ના હેડ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારમાં ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પાલિકા ના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું જે વડોદરા શહેરના ચારેય ઝોનમાં આગામી દસ દિવસમાં જેટ પેચર્સ મશીન કાર્યરત થશે.વડોદરા મનપા ના જણાવ્યા મુજબ દર વર્ષે ગેસ એજન્સી, પાવર એજન્સી, કેબલ નેટવર્ક દ્વારા નવા નેટવર્ક નાખવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન, પાણી અને ગટર લાઇન નાખવામાં અને અપગ્રેડ કરવામાં આવે છે જેથી રોડને તોડવામાં
આવે છે.
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કામગીરી કરતા પહેલા નાગરિકોને બોલાવવા જોઈએ પાલિકાના તમામ સભાસદોને બોલાવવા જોઈએ જાણકાર એન્જિનિયરોને બોલાવવા જોઈએ અને વિપક્ષ ને તો ખબર જ નથી કે આજે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પાલિકા માં માનીતા પાંચ-છ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.અગાઈ જે રોડ કૌભાંડમાં થયા છે, વિજિલન્સ તપાસ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, આખરી જવાબદાર સામે પગલાં લેવાયા નથી એના બદલે જવાબદાર કોન્ટ્રાકટર ને ફરી કોન્ટ્રાકટ અપવામાં આવે છે. જવાબદાર અધિકારી સામે કડક પગલાં ને બદલે,નોકરી માં પરત લેવા ની ભલામણ થાય, પ્રમોશન ની સાથે સાથે વધારા નો ચાર્જ આપવામાં આવે છે. ઇજારદારો ચોર ઇજનેરો પણ ચોર વડોદરા નાગરિકોને ભોગવવું પડે છે.
રોડ પર ખાડા,ગટરની ચેમ્બરો બેસી ગઇ, ઢાંકણા પણ ચોરાયા, પાલિકા હવે કેટલા મશીન લાવશે ?
પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર સ્માર્ટ સીટી વડોદરા માં ના છૂટકે ખાડા પુરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. અત્યાર સુધીમાં આવો કોન્ટ્રાક્ટ અપાયો નથી શહેરની પરિસ્થિતિ કેવી હશે વડોદરા ખાડોદરા બની ગયું છે. આખા વડોદરા શહેરમાં રોડ પર ખાડા પડી ગયા, ગટરની ચેમ્બરો બેસી ગઈ અને ગટરના ઢાંકણા ચોરાઈ ગયા છે.પેહલા કરતા વધારે શહેર નો જોખમી વિકાસ થઈ રહ્યો છે.છેલ્લા ૨૫ વર્ષથી વડોદરાની સમસ્યાનું આ શાસક પક્ષ હજી સુધી પ્રજા ના રોડ સહિત પ્રાથમિક જરૂરિયાત નું નિરાકરણ લાવી શકી નથી .કોન્ટ્રાકટર દ્વારા રોડનું કોલેટી નુ કામકાજ કરી શકતા નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓ-નેતાઓ ના ભાગ બટાઈ ને લઈ આંખ મિચામણા કરે છે. ચોમાસામાં જે અત્યાધુનિક મશીન થી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે કે લોકોમાં હાસ્ય બની ગયું છે. શહેર ના રોડના ઇજારદાર ને ફરી કામ આપવામાં આવે છે. તે રોડ નો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ કે દસ વર્ષનો હોય તેમાં કોઈપણ રોડ માં ખામી સર્જાય તો તે કામગીરી કોન્ટ્રાક્ટરને કરવાની હોય છે. બ્રિજનું કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો બ્રિજની નીચે સર્વિસ રોડ જતો હોય તેની પણ કામગીરીએ કોન્ટ્રાક્ટર જ કરવાની હોય છે. પાલીકા જે કોન્ટ્રાક્ટ આપે છે પરંતુ થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરવામાં આવતું નથી.કોન્ટ્રાકટર અને અધિકારીઓ-નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.