Business

ચાની લારીમાં કાર ઘુસાડી 6ને ઉડાવનારને ડુમસ પોલીસ 12 દિવસે પણ પકડી શકી નથી?, શું કોઈ ખેલ ચાલી રહ્યો છે…

સુરતઃ ડુમસ વિસ્તારમાં બેફામ બનેલા કારચાલકે ચાની લારીમાં કાર ઘુસાડી દીધી હતી, જેમાં 6 લોકો ઘવાયા હતા. આ મામલે પોલીસે રવિવારે કાર ચાલક વિરૂદ્ધ 12 દિવસ બાદ ગુનો નોંધ્યો હતો.

  • ડુમસમાં 6 જણાંને અડફેટે લેનારા કારચાલક હર્ષ સામે પોલીસે 12 દિવસે ગુનો નોંધ્યો
  • 27 નવેમ્બરે પીઠાવાલા કોલેજ પાસે રસ્તાની બાજુએ ઉભેલી લારીને ટક્કર માર્યા બાદથી કારચાલક હજુ ફરાર
  • પોલીસ કહે છે અમને નામ મળ્યુ છે વધારે વિગત નથી


સુરત પોલીસ ધારે તો ગણતરીના કલાકોમાં ધારે તેને શોધી શકે છે. પરંતુ કેટલાક કેસમાં પોલીસનુ વલણ એટલુ ગંદુ હોય છે કે માલેતુજારો માટે અને સામાન્ય માણસો માટે ન્યાયના કાટલા અલગ અલગ હોય છે. એટલેકે એક તરફ શહેરમાં બોગસ તબીબોનુ રેકેટ પોલીસ શોધીને જબરદસ્ત કામગીરી કરી રહી છે. બીજી બાજુ બાર દિવસ પહેલા છ લોકોને ઉડાડી દેનાર એવા હેરીયર લકઝૂરીયસ કાર ચલાવનાર નબીરો પોલીસને મળી રહ્યો નથી. બાર દિવસ બાદ પોલીસને માત્ર હર્ષ નામ મળ્યું છે.

આરોપીનું અડધું નામ આપી ડુમસ પોલીસ કોને છાવરી રહી છે?
ડુમસ પોલીસને બાર દિવસથી આ ગંભીર ગુનામાં આરોપીને શોધવા કોઇ તસદી લીધી નથી. હાલમાં આરટીઓ પાસે વિગત માંગી હોવાનું પોલીસ જણાવી રહી છે . વાસ્તવમાં પરિસ્થિતી આ આખા કેસમાં શંકાસ્પદ છે. કેમકે બાર દિવસ સુધી પોલીસને છ લોકોને ઉડાડી દેનાર આરોપીનું નામ જ મળ્યું છે તો પછી અડધું નામ આપીને પોલીસ કોને છાવરી રહી છે કે બાર દિવસ સુધી પોલીસને આરોપી મળી રહ્યો નથી તે વાત આપણે સાચી માની લેવી .

શું બની હતી ઘટના?
ડુમસ રોડ પીઠાવાલા કોલેજ પાસે નવી અલ્ટેરીયલ બિલ્ડીંગ બની રહી છે. બિલ્ડીંગના નિર્માણમાં ગોવિંદ મુનિલાલ પાસવાન મજૂરી કામ કરે છે અને ત્યાં ઝુપડુ બનાવીને રહે છે. જ્યારે ત્યાંજ રસ્તાની બાજુમાં દિનેશ રામચંદ્ર મંડલ ચા-નાસ્તાની લારી ચલાવે છે. ગઇ તા. 27-11-204ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં દિનેશભાઇ અને તેમની પત્ની ગાયત્રીદેવી પોતાની લારી પર હતા અને લારીની બાજુમાં ગોવિંદની પત્ની શશીપ્રભા તેમના પુત્ર શિવરાજ અને શિવાંશ સાથે બેઠા હતા. ત્યારે અચાનક પુર ઝડપે કાર આવી હતી અને રસ્તાની બાજુમાં આવેલી લારીને ઉડાવી દઇ દિનેશભાઇ તેની પત્ની ગાયત્રીબેન અને શશીપ્રભા અને તેના બંને દિકરાને અડફેટમાં લીધા હતી. તમામને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ડુમસ પોલીસે હર્ષ નામના કાર ચાલક વિરૂદ્દ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Most Popular

To Top