Trending

એક તરફ કે જયાં પ્રદૂષણ ઓછું કરવા ઈ-વ્હિકલની માંગ વધી છે ત્યાં બીજી તરફ આ દેશમાં ઈ-કાર પર પ્રતિબંધ!

નવી દિલ્હી: એક તરફ કે જયાં સમગ્ર વિશ્વમાં પ્રદૂષણ (Pollution) ઘટાડવા માટે અલગ અલગ તરકીબો અપનાવવામાં આવી રહી છે. લોકો ઈ-વ્હિકલ (E-Vehicle) અપનાવી રહ્યાં છે. તેમજ અલગ અલગ કંપનીઓ (Company) પણ ઈ-વ્હિકલ લોંચ કરી રહી છે, વેચી રહી છે ત્યાં એક એવો ખૂલાસો સામે આવ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો. જાણકારી મુજબ સ્વિટઝર્લેન્ડમાં ઈ-વ્હિકલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. જો કે આ પાછળ ચોક્કસ કારણ પણ સામે આવ્યું છે. સ્વિટઝર્લેન્ડ હાલમાં વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી ઈંધણની ભારે અછત છે.

આ સંજોગોમાં જો મોટા પ્રમાણમાં ઈ-વ્હિકલનો ઉપયોગ થતો જાય તો વીજળી પણ વધુ ઉત્પન્ન કરવી પડે છે. જેને પગલે આગામી દિવસોમાં સ્વિટઝર્લેન્ડ આવા પગલા લઈ શકે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ઈંધણની અછતને કારણે પાવર કટ ખૂબ વધુ થાય છે. આ સમસ્યાના કારણે તે દેશનું માનવું છે કે શિયાળાની ઋતુમાં વીજ પુરવઠાના અભાવને કારણે, ઇલેક્ટ્રિક વાહનો (EV) નો ઉપયોગ મર્યાદિત હોવો જોઈએ. જો કે પરિવહન માટે આવશ્યક વાહનો ઉપર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવશે નહિં. જણાવી દઈએ કે જો ઈ-વ્હિકલ પર બેન લગાવવાનો નિર્ણય લેવામાં આવશે તો સ્વિટઝર્લેન્ડ આ પ્રથમ દેશ હશે.

સ્વિટ્ઝર્લેન્ડને તેના અન્ય પડોશી દેશો જર્મની, ઑસ્ટ્રિયા અને ઇટાલીમાંથી લગભગ 4 ગીગાવોટ કલાક (GWh)ની વીજળીની આયાત જરૂરિયાતો પૂરી કરવાની જરૂર પડે છે. આ દેશોની વીજળીની નિકાસ ઉપલબ્ધતા અશ્મિભૂત ઇંધણ તેમજ મોટે ભાગે કુદરતી ગેસ પર આધારિત હશે.

સ્પીડ લિમિટ અંગે પણ કામ કરી રહેલું સ્વિટઝર્લેન્ડ હાલમાં પ્રસ્તાવિક કાર્ય યોજનામાં તેના રાજમાર્ગ ઉપર સ્પીડ લિમિટની યોજના બનાવી રહ્યું છે. જાણકારી મળી આવી છે કે સ્વિટઝર્લેન્ડ તેની વીજળીની માગ પૂરી કરવા માટે ફ્રાંસ તેમજ જર્મની પણ આધાર રાખી રહ્યું છે. જો કે આ વર્ષે રશિયા તેમજ યુક્રેનના યુદ્ધના કારણે વીજળીની સમસ્યા વઘુ ઉદ્ભવી રહી છે.

Most Popular

To Top