Charchapatra

મૂલ્યાંકન

આપણી પરંપરાગત પરીક્ષા પધ્ધતિઓ વિદ્યાર્થીઓના જ્ઞાન કે કુશળતાં કરતાં લેખિત પરીક્ષા દ્વારા મેળવાતા ગુણ પર કેન્દ્રીત રહી છે, પરિણામે વિદ્યાર્થીઓના ક્ષમતાનું સર્વાંગી મૂલ્યાંકન થતુ નથી. વર્તમાન ગુણાંક આધારિત લેખિત પરીક્ષા પ્રથાને કારણે શૈક્ષણિક સમાજમાં અનેક અનિષ્ટો પદા થયા છે. વિદ્યાર્થીની આત્મહત્યા જેવો મુદ્દો હોય કે કોચિંગ કલ્ચરનું વિકાસ પામવું હોય આ બંનેને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. મૂલ્યાંકન શીખવાનું સાધન બની રહે. શિક્ષણની અંતિમતાનું સૂચક નહી. નીરસ અને બાળાઢાળ પધ્ધતિથી માત્ર 3 કલાકમાં જ બધુ મૂલ્યાંકન કરી દેવાની પ્રથમ શૈક્ષણિક સમાજ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. તેથી જ તેના પર પુન: વિચાર કરવો જરૂરી છે. મર્યાદિત દૃષ્ટિકોણથી પરીક્ષા લેવામા આવે તો વિદ્યાર્થીમાં રહેલા ગુણોનુ મૂલ્યાંકન શક્ય બનતુ નથી. બદલાવ બધામાં જ જરૂરી છે અને આનવો જોઇએ.
સુરત.    -શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top