૨૬ જૂન, ૨૦૨૫ના રોજ બ્રસેલ્સ ખાતે યુરોપિયન યુનિયનના ૨૭ સભ્ય દેશોના વડા ત્રણ મુદ્દે ચર્ચા કરી ભાવિ કાર્યક્રમ નક્કી ક૨વા માટે મળ્યા. આમાંનો પહેલો મુદ્દો હતો રશિયા ઉપર લાદવામાં આવેલ પ્રતિબંધો, બીજો મુદ્દો અમેરિકન ટેરિફ અને એનાથી ઊભી થતી વિડંબણાઓનો કઈ રીતે સામનો કરવો અને ત્રીજો મુદ્દો મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી અથડામણોમાં એમના મતનું વજન પડે તે એજન્ડા તેમની સામે હતો. નાટોની અતિ મહત્ત્વની શિખરવાર્તા બાદ તરત જ આ નેતાઓ બ્રસેલ્સમાં મળ્યા જ્યાં એમણે સંરક્ષણ ખર્ચમાં જંગી વધારો તેમજ ટ્રમ્પ સાથેના મતભેદોનું શક્ય તે સમાધાન શોધવા માટેનો પ્રયાસ કર્યો.
યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કી વિડિયો કોન્ફરન્સથી જોડાયા. અમેરિકાના નેતૃત્વ હેઠળ કામ કરતી નાટોએ યુક્રેનની પ્રાથમિકતાને ટોચની અગ્રતા આપવાનું બંધ કર્યું છે. આમ છતાંય રશિયા દ્વારા યુક્રેન પર થઈ રહેલા હુમલા બાબત EU દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જો કે કેટલાક EU સભ્યો રશિયા ઉપરના પ્રતિબંધો ચાલુ રાખવાનો એટલા માટે વિરોધ કરે છે, કારણ કે આનાથી ઊર્જાના ભાવોમાં મોટો વધારો થશે એવું એમનું માનવું છે.
ટ્રમ્પના ટેરિફના મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે. ટ્રમ્પે સ્પેનને સંરક્ષણ ખર્ચ પાછળ પૂરતી ફાળવણી નથી થતી એ બદલ ઠપકો આપતાં કહ્યું હતું કે, આવું ચાલુ રહેશે તો ટેરિફ વધશે. ફ્રાન્સના પ્રમુખે ટ્રેડવૉર શરૂ કરવા માટે ટ્રમ્પની ટીકા કરી હતી. યુરોપિયન નેતાઓ મધ્યપૂર્વમાં ચાલી રહેલ યુદ્ધની અસરો બાબત ચિંતિત છે અને ઇરાન સાથે એના ન્યૂક્લિયર પ્રોગ્રામ સંબંધે ડિપ્લોમેટિક વાટાઘાટો ફરીથી શરૂ કરવાના મતના છે. આ સામે ટ્રમ્પ ઇરાન જ્યાં સુધી કાયમી ધોરણે તેનો અણુશસ્ત્રોનો કાર્યક્રમ છોડી ન દે ત્યાં સુધી ઇરાનને કોઈ પણ પ્રકારની રાહત આપવાના મતના નથી. અમેરિકા માટે આ એક ચિંતાનો વિષય એટલા માટે છે કેમ કે ઇરાન જો પાછું બેઠું થઈ જાય તો બે-એક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં એ અણુશસ્ત્રોનું ઉત્પાદન કરી શકે તેમ છે.
બીજી બાજુ, ઇઝરાયલ ગાઝામાં જે નરસંહાર કરી રહ્યું છે તે સામે પગલાં લેવા માટે EU દેશોમાં મતભેદ છે અને તેઓ આ મુદ્દે ઇઝરાયલની તરફેણ કે વિરુદ્ધમાં વહેંચાયેલા છે. આ બાબતે સ્પેનના વડા પ્રધાન સાન્ચેઝે કહ્યું હતું કે ગાઝાના નરસંહાર બદલ યુરોપિયન યુનિયને ઇઝરાયલ સાથેના તમામ કરારો રદ કરી દેવા જોઈએ. એમણે યુરોપિયન યુનિયનની ડિપ્લોમેટિક સેવાઓ દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવેલ માનવ અધિકાર અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, ઇઝરાયલ માનવ અધિકારોનો ભંગ કરી રહ્યું છે અને એના ઉપરની જવાબદારીઓને પાળતું નથી. યુરોપિયન યુનિયનની ઇઝરાયલ સાથેની સહકા૨ માટેની સંધિ વ્યાપાર સંબંધોનો પાયો નક્કી કરે છે. એટલે EU ઇઝરાયલ સાથેના એના વ્યાપાર ઉપર પ્રતિબંધો લાવે તો એના થકી ઇઝરાયલને ચોક્કસ ગૂંગળામણ થાય. ઇઝરાયલના સદ્નસીબે યુરોપિયન યુનિયનના ૨૭ સભ્ય દેશો આ મુદ્દે એકમત નથી એટલે ઇઝરાયલ ઉપર લગામ કસવામાં આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. સરવાળે આ બધામાંથી સર્વસ્વીકૃત હોય એવો સાર શું નીકળે છે તે જોવાનું રહે છે.
એ પણ સમજવા જેવું છે કે આ આખાય એજન્ડામાં સંરક્ષણ અને સલામતીનો મુદ્દો છવાયેલો રહ્યો. અમેરિકા જે રીતે નાટોમાંથી ખસી જવા માગે છે અને યુક્રેનને હળવાશથી લેવાનું કહે છે, તે જોતાં આવનાર સમયમાં ચીન, રશિયા, ઉત્તર કોરિયાથી ઇરાન સુધીની ધરી દ્વારા ઊભાં થતાં જોખમો અને સલામતી અંગેની ચિંતાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. એક છાપ એવી પણ ઊભી થઈ રહી છે કે, એક સમયે અમેરિકાના ગાઢ સાથીઓ ગણાતા યુરોપિયન યુનિયનના દેશો ટ્રમ્પની ટેરિફ તેમજ અન્ય નીતિઓને કારણે અમેરિકાની દૂર જઈ રહ્યા છે. હજુ આ શરૂઆત એક નાની તિરાડ જેવી છે, એ આવનાર ભવિષ્યમાં સંધાઈ જશે કે વિસ્તરીને મોટી ખાઈ બનશે તે તો સમય જ કહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.