Charchapatra

પેટ્રોલમાં ઇથેનોલ આમ જનતાને કશો ફાયદો આપશે નહીં

દુનિયામાં પેટ્રોલિયમનો વપરાશ વધી રહ્યો છે. મોટાભાગના ઓટોમોબાઇલ માલિકોએ સમાચારથી ચોંકી ગયા કે એપ્રિલ 2025 થી તેઓ જે પેટ્રોલ ખરીદી રહ્યા છે તે શેરડી, મકાઈ, અનાજ અને વધારાના પાકના કચરામાંથી બનેલા 20 % ઇથેનોલ ભેળવવામાં આવ્યું હતું. મૂળ 2030 ના લક્ષ્ય પહેલા અચાનક આવું જાહેર થયું. મોટાભાગના કાર ઉત્પાદકોએ E5 અને  E10ની ભલામણ કરે છે. E 20 વિશે ના તો ગ્રાહકો પાસે આ બાબતે કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે કોઈ પૂર્વ ચેતવણી ન હતી.

પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તો ઇથેનોલને ભવિષ્યનું બળતણ કહ્યું છે અને વચન આપેલું કે આ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની કિંમત 22 રૂપિયા હશે, પરંતુ હજી પણ આપણે 100 રૂપિયા ખર્ચી રહ્યા છીએ. ઇથેનોલમાં પેટ્રોલ કરતાં લગભગ 30 % ઓછી ઊર્જા સામગ્રી હોવાથી ઇંધણ કાર્યક્ષમતામાં પાંચથી સાત ટકાનો ઘટાડો થાય છે. કેટલાક વપરાશકર્તા કહે છે કે 15% સુધીનો ઘટાડો આવે છે, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપની ઇથેનોલ પેટ્રોલ સાથે જેનો અર્થ એ છે કે ગ્રાહકો ચોક્કસ મિશ્રણ જાણ્યા વિના એ આ બધું કરી રહ્યા છે અને એમાં વચ્ચે બીજા કમાઈ રહ્યા છે. |
મોટા વરાછા, સુરત   – યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top