Charchapatra

અભણનો અંદાજ

 ‘પેલો દિલ્લીવાળો ગુજરાતમાં આવે કે નંઇ’? એક અભણ બાઇ પૂછતી હતી.‘દિલ્લીવાળો? એ તો ગુજરાતના જ છે ને? એ તો આવતા જતાં રહે છે. સજજને જવાબ આપ્યો. ‘મોદી નહીં… પેલો… વીજળી મફત આપે છે તે, ‘કેજરીવાલ’? સજજનના મોંમાંથી નીકળ્યું ‘હા… એ જ દવા મફત, છોકરાને ભણવાનું મફત અને તે પણ સારી નિશાળમાં… અમારે તો કેટલી બચત થાય. શે’રમાં (શહેર) ઓછા પગારમાં પોસાતું નથી.’ શાક બજારમાં સાંભળેલો આ સંવાદ ઘણું કહી જાય છે. અભણ બાઇની વાત વિચારતાં કરી મૂકે તેવી છે. સરકાર લઘુતમ વેતન વધારી ન શકે ત્યારે જરૂર પૂરતી વીજળી અને શિક્ષણ પગારદારોને મફત મળે તો તેમના જીવન સરળ બને છે. હાલમાં અમેરિકામાં થયેલા સંશોધન મુજબ માણસની વર્તણૂકનો આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સથી લેવામાં આવતો અંદાજ અભણ માણસના અંદાજને મળતો આવે છે. ભારતની ચૂંટણીનાં પરિણામ જોશો તો ઇલેકટ્રોનિક વોટિંગ મશીનનું પરિણામ અને અભણ નાગરિકોનો અંદાજ અલગ નથી. ઇવીએમનો શો દોષ? રૂપાણી સરકાર મેળાઓ અને ઉદ્‌ઘાટનોમાંથી બહાર આવી વીજળી અને શિક્ષણ માટે નવી નીતિઓ ઘડશે કે પેલો દિલ્લીવાળો ગુજરાત આવશે? અમદાવાદ – કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top