Charchapatra

સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી

સંપૂર્ણ સામ્યવાદી વ્યવસ્થાને વરેલ ચીન એક સમયે આર્થિક રીતે ભારત કરતા પાછળ હતું પરંતુ સમય જતા એણે સામ્યવાદની જડતા છોડી આર્થિક ઉત્થાનને પ્રાધાન્ય આપી વિકાસનો માર્ગ અપનાવ્યો.  છેલ્લા ત્રણ દાયકા કરતા પણ ઓછા સમયમાં ચીને આર્થિક ક્ષેત્રે અલગ અલગ સેક્ટરોમાં મૂડી રોકાણ કરી આજે  દુનિયાના અગ્રણી મેન્યુફેક્ચરર અને નિકાસકાર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરી છે. અમેરિકાએ ચીનના માલ પર ટેરીફ લગાવ્યા છતાં પણ ચીન દ્વારા અમેરિકામાં થતી નિકાસમાં નેંવુ મિલિયનનો વધારો થયો છે.

૨૦૨૪માં ચીને દુનિયા સાથેના વેપારમાં કુલ એક ટ્રીલીયનથી વધુની પુરાંત પ્રાપ્ત કરી છે. અલબત્ત ચીનને જે તે નિર્ણય લેવામાં એની શાસન વ્યવસ્થાનો લાભ મળી શકે પરંતુ આપણા દેશ પાસે પણ બુદ્ધી, કાર્યકુશળતા કે કાર્યબળની કોઇ કમી નથી. જે કમી છે એ આપણા આ માનવબળને દેશના ઉત્થાનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાની જેથી એ આપણા દેશની આર્થિક પ્રગતિમાં એમનું યોગદાન આપી શકે.  જરૂર છે આપણા દેશમાં લોકકલ્યાણની વિવિધ યોજનાઓની  જે જાહેરાતો થઇ છે, એને જમીની હકિકત સાથે જોડી દરેક વર્ગના લોકોને આર્થિક વિકાસના ભાગીદાર બનાવી દેશની આર્થિક પ્રગતિમાં ભાગીદાર બનાવવાની. જેથી આજે જે થોડા પૂંજીપતિઓને વિકાસનો  લાભ મળી રહ્યો છે એ લાભ દેશના દરેક વર્ગને મળી રહે.
પાલ, સુરત        – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top