Business

મહિલા અને પુરૂષ માટે સમાન વેતન, 4 દિવસની ડ્યુટી – 3 દિવસની રજા! જાણો નવા લેબર કોડના ફાયદા

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર (Central Government) દેશમાં નવો લેબર કોડ (New Labour code) લાગુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. નોકરીયાત લોકોના કામકાજના જીવનમાં પરિવર્તન લાવવા માટે સરકાર નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, દેશમાં નવો લેબર કોડ ક્યારે લાગુ થશે? આ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી. પરંતુ તેનો અમલ થશે તે નિશ્ચિત છે. નવા કોડના અમલ પછી, વિકલી ઑફથી (Weekly Off) પગારદાર લોકોના પગારમાં ફેરફાર થશે. કંપનીઓએ તેમની કાર્યકારી વ્યૂહરચના બદલવી પડી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ફ્લેક્સિબલ વર્ક પ્લેસેઝ અને ફ્લેક્સિબલ વર્કિંગ કલાકો એ ભવિષ્યની જરૂઆત છે.

આ ચાર નવા લેબર કોડ છે
કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ રાજ્યો એક સાથે નવો લેબર કોડ લાગુ કરે. આ કોન્સેપ્ટ લોકોના અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન લાવવા માટે લાવવામાં આવી રહ્યો છે. ચાર નવા કોડ નવા લેબર કોડ વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી સાથે સંબંધિત છે.

3 દિવસની રજા
નવા લેબર કોડના અમલીકરણ પછી પરિવર્તન વિશે સૌથી વધુ ચર્ચા ત્રણ દિવસની સાપ્તાહિક રજા છે. નવા લેબર કોડમાં ત્રણ રજાઓ અને ચાર દિવસ કામની જોગવાઈ છે. જોકે કામકાજના કલાકો વધશે. નવા લેબર કોડના અમલ પછી તમારે ઓફિસમાં 12 કલાક કામ કરવું પડશે. કુલ મળીને, તમારે અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે. આ પછી તમને ત્રણ દિવસની સાપ્તાહિક રજા મળશે.

રજાઓને લઈને મોટો ફેરફાર થશે
આ સિવાય રજાઓને લઈને પણ મોટો ફેરફાર થશે. અગાઉ, કોઈપણ સંસ્થામાં લાંબા ગાળાની રજા લેવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ કામ કરવું જરૂરી હતું. પરંતુ નવા લેબર કોડ હેઠળ તમારે 180 દિવસ કામ કરવું જરૂરી હતું. પરંતુ નવા લેબર કોડ હેઠળ, તમે 180 દિવસ (6 મહિના) સુધી કામ કર્યા પછી લાંબી રજા લઈ શકશો.

હાથમાં પગાર ઓછો આવશે
નવા વેતન કોડના અમલીકરણ પછી, ટેક હોમ સેલેરી એટલે કે હાથમાં પગાર તમારા ખાતામાં પહેલા કરતા ઓછો હશે. સરકારે નવા નિયમમાં જોગવાઈ કરી છે કે કોઈપણ કર્મચારીનો મૂળ પગાર તેના કુલ પગાર (CTC)ના 50 ટકા કે તેથી વધુ હોવો જોઈએ. જો તમારો બેઝિક પગાર વધારે છે, તો પીએફ યોગદાન વધશે. સરકારની આ જોગવાઈથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે તગડી રકમ મળશે. આ સાથે ગ્રેચ્યુટીના પૈસા પણ વધુ મળશે. આ તેમના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવશે.

પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન વેતન
કેન્દ્રીય શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તાજેતરમાં જણાવ્યું હતું કે અમે જૂના કાયદાઓને તર્કસંગત બનાવ્યા છે અને પુરુષો અને સ્ત્રીઓ બંને માટે વાજબી વેતન સુનિશ્ચિત કરવા વ્યવસાયિક સલામતી અને વેતનના ધોરણોને ધ્યાનમાં લીધા છે. તેમણે કહ્યું કે 29 જુદા જુદા કાયદાઓને ચાર નવા લેબર કોડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top