Sports

ICC Cricket World Cup સેમિફાઇનલમાં મહાસંગ્રામ:

Suryakumar Yadavની સંતુલિત ભારત ટીમ સામે Harry Brookની ઇંગ્લેન્ડ – કોણ મારશે ફાઇનલમાં એન્ટ્રી?

Wankhede Stadiumમાં રમાનારી સેમિફાઇનલમાં આંકડાઓ મુજબ ભારત થોડું આગળ, પરંતુ ઇંગ્લેન્ડ પાસે મેચ ફેરવી દેવાની શક્તિ: ICC Cricket World Cupની સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો હંમેશા હાઇ વોલ્ટેજ રહેતો આવ્યો છે. આ વખતે પણ Wankhede Stadium ખાતે રમાનાર મેચમાં ભારે રોમાંચ જોવા મળવાની શક્યતા સેવાય રહી છે. આંકડાઓ અને ટીમના તાજેતરના પ્રદર્શનને જોતા ભારત ફેવરિટ માનવામાં આવી રહ્યું છે.

ભારતની બેટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં સૌથી મોટી તાકાત બની છે. ટીમમાં કોઈ એક ખેલાડી પર નિર્ભરતા નહીં પરંતુ ટોપ ઓર્ડરથી મિડલ ઓર્ડર સુધી સતત યોગદાન મળ્યું છે. Sanju Samsonએ ત્રણ ઇનિંગ્સમાં 143 રન બનાવ્યા છે અને તેમનો સરેરાશ 71.50 રહ્યો છે. બીજી તરફ Suryakumar Yadavએ 231 રન બનાવી ટીમને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તે ઉપરાંત Ishan Kishanએ 224 રન સાથે ઝડપી સ્કોરિંગ કર્યું છે. મિડલ ઓર્ડરમાં Shivam Dube, Hardik Pandya અને Tilak Varmaએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે ભારત પાસે અલગ-અલગ તબક્કે રન ઝડપથી વધારવાની ક્ષમતા છે.

ઇંગ્લેન્ડ તરફ નજર કરીએ તો તેમની પાસે પણ મેચ વિનર્સની કોઈ કમી નથી. Harry Brookએ 228 રન સાથે ટીમને મજબૂત આધાર આપ્યો છે, જ્યારે Will Jacksએ પણ અસરકારક બેટિંગ કરી છે. જોકે Phil Salt અને Jos Buttler જેવા મહત્વના ખેલાડીઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી.

વાનખેડે ના આંકડાઓ પણ મેચને રસપ્રદ બનાવે છે. અહીં ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 174 રહ્યો છે, જ્યારે બીજી ઇનિંગ્સમાં સરેરાશ 151 રહ્યો છે. એટલે પહેલા બેટિંગ કરનારી ટીમને થોડો ફાયદો મળી શકે છે.આ મેદાન પર પેસ સ્પિન બંને બોલરોને સમાન મદદ મળી છે, જેના કારણે સંતુલિત બોલિંગ આક્રમણ ધરાવતી ટીમને લાભ મળે

આંકડાઓ અને ટીમ બેલેન્સને જોતા ભારત થોડું આગળ દેખાય છે, પરંતુ ઇંગ્લેન્ડ પાસે એવી ક્ષમતા છે કે તેઓ કોઈ પણ સમયે મેચનું દિશા બદલી શકે. તેથી આ સેમિફાઇનલ ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચક મુકાબલો બનવાનો છે.

Most Popular

To Top