National

નવા 39 હજાર મતદારો e-EPIC પરથી પોતાના ડિજિટલ મતદાર ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકશે

પ્રવર્તમાન ડિજિટલ યુગમાં મતદારો પોતાનું મતદાર ઓળખકાર્ડ ઓનલાઈન મેળવી શકે તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચે તા.૨૫/૦૧/૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા શરૂ કરી છે. પ્રથમ તબક્કે તા.૨૫ જાન્યુ.થી ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ માં જે લાયક યુવા મતદારોએ મતદારયાદીમાં પ્રથમવાર નોંધણી કરાવી હોય અને નોંધણી વખતે તેમનો મોબાઈલ નંબર આપ્યો હોય તેઓ આ સુવિધાનો લાભ મેળવી શકે છે.

હાલમાં સુરત જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ દરમ્યાન મતદારયાદીમાં નોંધાયેલા નવા મતદારો પૈકી કુલ ૬૧,૫૦૫ મતદારોના e-EPIC ડાઉનલોડ થવા પાત્ર છે. જે પૈકી કુલ-૨૨,૪૯૫ મતદારોએ e-EPIC ડાઉનલોડ કર્યું છે, અને કુલ ૩૯,૦૧૦ મતદારોના e-EPIC ડાઉનલોડ કરવાના બાકી છે.

આ કામગીરી આગામી તા.૧૫ માર્ચ સુધીમાં ૧૦૦% પૂર્ણ થાય તે માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીશ દ્વારા આવતીકાલને તા.૦૭ માર્ચ(રવિવાર) અને ત્યારબાદ ફરી તા.૧૩ માર્ચ (શનિવાર)ના રોજ e-EPIC ડાઉનલોડ કરાવવા બાબતે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

જે મુજબ આ તા.૦૭ અને તા.૧૩ માર્ચ એમ બન્ને દિવસોએ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમ્યાન સુરત જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો હાજર રહી e-EPIC ડાઉનલોડ કરવા બાબતે મતદારોને યોગ્ય માર્ગદર્શન આપશે.

મતદાર ઘરબેઠા જ મોબાઈલ, કોમ્યુટર/લેપટોપની મદદથી Voter Helpline મોબાઈલ એપ્લીકેશન, www.nvsp.in, www.voterportal.eci.gov.in પરથી તેમનું e-EPIC ડાઉનલોડ કરી પોતાના મોબાઈલ, કોમ્યુટર, ટેબ્લેટ, લેપટોપ, ડિજિલોકરમાં રાખી શકશે, અને પ્રિન્ટ કાઢી લેમિનેટ કરાવી ફીઝિકલ ફોર્મમાં પણ રાખી શકશે. આમ, પોતાની ઓળખનો પુરાવો ડિજિટલી મતદાર પોતાની પાસે રાખી શકે છે.

આ બાબતે વધુ જાણકારી માટે ભારતના ચૂંટણી પંચના ટોલ ફ્રી નં.૧૯૫૦ પર કોલ કરી માહિતી તથા માર્ગદર્શન મળી શકશે. જેથી e-EPIC ડાઉનલોડ કરવાના બાકી મતદારો આ સુવિધાનો લાભ લે અને જરૂર જણાય તો તા.૦૭ અને તા.૧૩ માર્ચએ તેમના મતદાન મથકે માર્ગદર્શન મેળવે તે માટે સુરતના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે.

e-EPIC કેવી રીતે ડાઉનલોડ કરશો ?

૦૧) ચૂંટણી પંચની વેબસાઈટ www.nvsp.in ખોલો.
૦૨) પ્રથમ આપનો EPIC નંબર જાણવા “ search in Electoral Roll ” ઓપ્શન ક્લિક કરી જરૂરી વિગતો આપી તમારો EPIC નંબર જાણો.
૦૩) ત્યારબાદ ફરીથી www.nvsp.in વેબસાઈટ ખોલી e-EPIC ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ પસંદ
કરો.
૦૪) તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો અને તેનાથી લોગ ઈન કરો.
૦૫) EPIC નંબર અથવા ફોર્મ-૧૬ ના રેફરેન્સ નંબર નાખો.
૦૬) રાજય પસંદ કરી સર્ચ કરો.
૦૭) તમારા નામની માહિતી દેખાડશે..
૦૮) નીચે આપેલ send OTP બટન ઉપર ક્લિક કરો.
૦૯) તમારા મોબાઈલ પર આવેલ OTP નાખી વેરિફાઈ કરો.
૧૦) ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરીને તમારૂ e-EPIC ની PDF ફાઈલ ડાઉનલોડ કરો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top