Business

ઇ.પી.એફ.ઓ. પેન્શનર્સ

કર્મચારી ભવિષ્ય નિધિ ઓર્ગેનાઈઝેશન છે, જેમાં કર્મચારીનો ફાળો ૧૨ ટકા અને નોકરી દાતાનો ફાળો ૧૨ ટકા જમા થાય છે, જેમાં કર્મચારી નોકરીમાંથી છૂટા થયા પછી ૧૬ ટકા જમા રકમ વ્યાજ સાથે પરત મળે છે, ૮ ટકા રકમ પી.એફ. માં પેન્શન પેટે જમા રહે છે, જેમાં નિયમ મુજબ ૫૮ વર્ષ પછી જો તેમણે ૧૦ વર્ષ સતત નોકરી કરી હોય તો જ તેમને પેન્શન મળવા હક્કદાર છે, નહિ તો તે રકમ પી.એફ. ઓરંગે.માં રહે છે.નોકરીદાતાને એ જમા કરેલ રકમમાંથી જ પેન્શન મળે છે, જેમાં સરકારનો કોઇ ફાળો હોતો નથી. ઈપીએસ.૯૫.નિયમ મુજબ મીનીમમ પેન્શન માસિક ૧૦૦૦ . રૂ. જ છે, જે સરકારે વધારીને ૫૦૦૦ રૂ. કરવું જોઈએ. પી.એફ.ઓ. માં મોટે ભાગે અસંગઠિત ક્ષેત્રના કામદારો જ હોય છે , જેઓ થોડા સમય માટે અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય છે,તેમની પી.એફ. ની રકમ પી.એફ.ઓ. માં જમા પડી રહે છે.

પહેલાં જ્યારે ઓનલાઇન સીસ્ટમ ન હતી ત્યારે પી.એફ. ઉપાડવાની ઘણી માથાકૂટ હતી માટે કામદારોના પૈસા પી.એફ.ઓ. પડી રહેતા હતા. આથી ઘણું મોટું ફંડ પી.એફ.ઓ. માં જમા પડયું છે જે સરકારે જાહેર કરવું જોઈએ.ઘણી કંપનીઓ, પેઢી થોડા સમય પછી બંધ થઈ જતી હોવાથી પી.એફ. ઉપાડી શકાતું ન હતું, ઈ.પી.એસ. ૧૪. ના નિયમ પછી થોડી લીમીટ વધારી છતાં પણ એવરેજ ૨૦૦૦ રૂ. થી વધુ પેન્શન મળતું નથી. સરકારનો આશય કર્મચારીની સામાજિક સુરક્ષા પેદા કરવાનો છે, પરંતુ ૧૦૦૦ રૂ. પેન્શનમાં એક ટંકનું ભોજન પણ ના થાય, જ્યારે સરકાર ચૂંટણી જીતવા માટે મહિલાને ૨૫૦૦રૂ. ની લાલચ આપતી હોય તો અસંગઠિત ક્ષેત્રનાં કામદારોનું પેન્શન વધારવું જોઈએ.પી.એફ.ના રેકર્ડ ઉપરથી તેઓની સાચી આર્થિક સ્થિતિ ખબર પડે છે.જેમાં સરકારી ફંડનો દુરુપયોગ થતો નથી.
કીમ      – પી. સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતમાં સુરતીઓની વસ્તી
એક અખબારી સમાચાર મુજબ સુરતની વસતી ન્યુયોર્ક કરતાં વધારે એટલે કે 85 લાખથી વધુની જણાવી છે ત્યારે મેટ્રો પોલીટન બનતા સુરતની મુખ્ય વસ્તી ક, ખ, ગ, ઘ એટલે કે કોળી, ખત્રી, ગોલા અને ઘાંચીની હતી. આજે આ મૂળ સુરતીઓ માઈનોરિટીમાં આવી ગઈ અને સુરત બહારના ગુજરાતના અને ગુજરાત બહારનાં રહેવાસીઓ સુરતમાં આવી ખાસું કાઠું કાઢ્યું છે તે પણ સુરતીઓએ સ્વીકારવું જ રહ્યું. ખેર! શહેરની પ્રગતિમાં ગુનાખોરી પણ ખાસી વકરી છે ત્યારે મૂળ સુરતીઓએ ચેતીને ચાલવું પડે એવી પરિસ્થિતિ બની રહી છે. જે લોકો દોરી લોટો લાવી સુરતમાં આવેલા તે થોડાં વર્ષોમાં લાખો /કરોડોના દાન /ભેટ કરતાં થયાં તે આનંદ સાથે આશ્ચર્યની વાત છે.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top