ગાંધીનગર : પર્યાવરણીય સમતુલા (Environmental balance) માટે વનીકરણ (forestation) ખૂબ જરૂરી છે, ખાસ કરીને ડાંગમાં (Dang) પણ વનીકરણ હાથ ધરાયું છે. તેમ વન મંત્રીએ કહ્યું હતું. વિધાનસભામાં ડાંગ જિલ્લામાં વનીકરણ માટે નાણાકીય જોગવાઈ અંતર્ગત પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે ૩૧-૧-૨૩ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ડાંગ ઉત્તર વન વિભાગ માટે ૨૫૭૮.૮૦ લાખ તેમજ ડાંગ દક્ષિણ વન વિભાગ માટે રૂપિયા ૨૩૦૪.૯૫ લાખ ની જોગવાઈ કરવામાં આવી છે.
સહભાગી વન વ્યવસ્થા યોજનાના લાભો અંગે તેમણે કહ્યું હતું કે, સહભાગી વન વ્યવસ્થામાં પાંખા થયેલા વનવિસ્તારને પુનઃ નિર્માણ સંરક્ષણ અને વિકાસમાં ગ્રામ સમુદાયો અને સ્વૈચ્છિક સંગઠનોનો સહયોગ મેળવવામાં આવે છે. વનવિસ્તારની જમીનોમાં વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર કરી અને નાનું ઇમારતી લાકડું અને અન્ય વન પેદાશોનું ઉત્પાદન કરી જંગલ વિસ્તારની નજીક રહેતા ગ્રામ સમુદાયની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ વન વ્યવસ્થા મંડળ થકી વન અને લોકોની આજિવિકામાં સુધારો થાય તે આ યોજનાનો હેતુ છે. રાજ્યના સહભાગી વન વ્યવસ્થા મંડળની કુલ સંખ્યા ૩૪૦૮ છે તેમજ તેમને ફાળવવામાં આવેલ વિસ્તાર ૫૪૭૪૧૮.૭૦ હેક્ટર છે.
પર્યાવરણીય સંતુલન માટે ડાંગમાં પણ વનીકરણ હાથ ધરાયું : મુળુ બેરા
By
Posted on