Charchapatra

પર્યાવરણીય સમસ્યાઓ

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને કાશ્મીરમાં આ ચોમાસામાં વાદળો ફાટવાના, ડુંગરો તૂટવાના અને પૂર આવવાની અનેક ઘટનાઓ બની જેમાં માનવજીવનને ગંભીર નુકસાન થયેલ છે અને જાણે પ્રકૃતિ સામેનો માણસનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે. આ ચોમાસામાં જળદેવતાએ માનવજીવનને વેરવિખેર કરેલ છે.તેવુ દેખાય છે. પુલ, રસ્તાઓ, મકાનો તૂટી જવાથી તેમ જ ગામો તણાઈ જવાથી કે ડૂબી જવાથી આ રાજ્યોની સરકારોએ પણ અઢળક આર્થિક બેહાલીનો સામનો કરવો પડેલ છે. આવી ઘટનાઓ માત્ર આપણા દેશમાં જ નહી પણ વિશ્વના અમેરિકા, અને ચીન જેવા અનેક સ્થળોએ બની રહેલ છે જે માનવ જીવનને પ્રકૃતિની ચેલેન્જ સમાન જ ગણી શકાય. પર્યાવરણીય પ્રશ્ન ગ્લોબલ વોર્મીંગમાં રહેલ ગ્લોબલ શબ્દને કારણે લોકો એને માત્ર વૈશ્વિક સમસ્યા ગણે છે પણ હવે એ સૌની સમસ્યા બનેલ છે.

હવે એ ગ્લોબલ નહી પણ લોકલ સમસ્યા બનેલ છે. દેશની વધતી જતી ગ્લોબલ વોર્મીંગની, કલાયમેટ ચેન્જની તેમજ પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ માટે પોતાના અંગત સ્વાર્થ મુકીને આઈઆઈટી, મુંબઈમાં પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ રાજીનામું આપેલ છે જે અભિનંદનને પાત્ર છે. પ્રો. એલનસિંહ સોલંકીએ રાજીનામું આપતા જણાવેલ છે કે ‘‘આઈઆઈટીમાં હું માત્ર એક કલાસ ભણાવતો હતો પણ અત્યારે આખી દુનિયાને પર્યાવરણ ભણાવવા અને સમજાવવાની જરૂર છે તેથી 20 વર્ષ પછી આઈ.આઈ.ટી. છોડી રહ્યો છું. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તેને રોકવા અને આપણુ અસ્તિત્વ બચાવવા માટે માત્ર 20 થી 25 વર્ષ જ છે.
સોલા, અમદાવાદ      – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top