Vadodara

MSUમાં ‘એન્વાયર્મેન્ટ’ બદલાયું, નિવૃત્તિના બે કલાક પહેલાં જ પ્રા. વિજય શ્રીવાસ્તવનું નામ જાહેર કરાયું

વડોદરા : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર કોણ બનશે તેને લઈને ચાલતી અટકળોને પૂર્ણ વિરામ મળ્યું છે સરકાર દ્વારા નવા વાઇસ ચાન્સેલર તરીકે ઇન્ડુસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવની વરણી કરવામાં આવી હતી પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવે વિધિવત રીતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળી લીધો હતો.

વિશ્વ પ્રતિષ્ઠિત એમ.એસ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વાઇસ ચાન્સેલર કોણ બનશે તેને લઈ અનેક નામોની ચર્ચાઓ સાથે અનેક તર્ક-વિતર્કો ચાલતા હતા જોકે વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસના નિવૃત્તિના બે કલાક પહેલાં જ સરકાર દ્વારા યુનિવર્સિટીના નવા વીસીના નામની ઘોષણા કરવામાં આવી હતી. યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર પદે પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવની નિયુક્તિ કરવામાં આવી હતી નિમણુંક સાથે જ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ચાર્જ પણ સંભાળી કામગીરીની શરૂઆત કરી દીધી હતી. વર્તમાન સમયમાં યુનિવર્સિટી ભ્રષ્ટાચાર રાજકીય જૂથવાદ સહિત મુદ્દાઓને લઈને ચર્ચામાં અને વિવાદોમાં છે ત્યારે નવા વાઇસ ચાન્સેલર વિજય કુમાર  માટે  પડકારો પણ અનેક રહેશે પદભાર સંભાળતાની સાથે જ  વિજય કુમાર શ્રીવાસ્તવે યુનિવર્સિટીને ટીમવર્ક ના આધારે  વધુ મજબૂત કરવાની વાત કરી હતી પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવ એન્વાયરમેન્ટ પ્રેમી છે અને રિસર્ચમાં ખૂબ જ રસ ધરાવે છે ત્યારે તેમના આવવાથી યુનિવર્સિટીનું વર્તમાન એન્વાયરમેન્ટ  બદલાય છે કે કેમ તેને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ છે.

નેકમાં યુનિવર્સિટીનો મજબૂત રેન્ક આવે તેવા  પ્રયાસો કરાશે : શ્રીવાસ્તવ

નવા વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ સામે પડકારો અનેક છે આગામી સમયમાં યુનિવર્સિટીમાં નેકની ટીમ મુલાકાતે આવવાની છે તેવા સમયે યુનિવર્સિટીને મજબૂત રેન્ક મળે તે સૌથી મોટો પડકાર હશે જોકે પદભાર ગ્રહણ કરતાં ની સાથે જ પ્રો.વિજય કુમારે યુનિવર્સિટી નેકમા મજબુત રેન્ક આવે તે માટે ભરપૂર પ્રયાસો કરશે આ ઉપરાંત યુનિવર્સિટીમાં ટીમવર્કથી કામ કરી અનેક બદલાવ સાથે શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા તરફ પણ કામગીરી કરવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો હતો નેક રેન્કિંગમાં રિસર્ચનું મહત્વ વધારે પડતું હોય છે એટલે યુનિવર્સિટીમાં રિસર્ચને આગળ ધપાવવા પણ વધુ ભાર મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે યુનિ.ના  વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે માટે લોકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળી સરકારના સહકારથી પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.

પ્રો.પરિમલ વ્યાસ 7 વર્ષ 41 દિવસ સુધી યુનિ.ના VC રહ્યા

યુનિવર્સિટીમાં વર્ષ 2004માં પ્રાધ્યાપક તરીકે કારકર્દીની શરૂઆત કરનાર પરિમલ વ્યાસે 7 વર્ષ અને 41દિવસ સુધી વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ગુરુવારે તેઓ નિવૃત્ત થયા હતા આ વેળાએ યુનિ. પરિવારે તેમનું અભિવાદન કરી શુભકામનાઓ પાઠવી હતી. પરિમલ વ્યાસના સાત વર્ષના કાર્યકાળમાં અનેક વિવાદો સર્જાયા હતા. વિદાય લેતા વીસીએ યુનિ.ને B ગ્રેડના રેન્ક માંથી A ગ્રેડ લાવવાના પ્રયાસો સફળ થયા તેને સુખદ ગણાવ્યા હતા. કાર્યકાળમાં તણાવ અને તકલીફ રહેતી હોવાનું પણ સ્વીકાર કરતા કહ્યું હતું કે આ મૃગજળ છે સમુદ્રમંથન વખતે પણ દેવ-દાનવો હતા ત્યારે આવનારા દિવસમાં યુનિવર્સિટીની ગરિમા જળવાઈ અને યુનિવર્સિટી વધુ મજબૂત બને તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top