નવી દિલ્હી: છેલ્લાં 14 વર્ષથી નાનાથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોને મનોરંજન (Entertainment) પૂરુ પાડતો એકમાત્ર શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Oolta Chashma). દયા ભાભી એટલે કે દિશા વાકાણીના આ શોમાંથી ગયા પછી ધણાં પાત્રોએ આ શોના સાથ છોડ્યો છે. પણ ખાસ તકલીફ તો ત્યારે ઉભી થઈ જયારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ શો છોડ્યો હતો. શૈલેષ લોઢાએ 1 વર્ષ અગાઉ આ શોને અલવિદા કહી દીધું હતું. પણ શોના મેકર્સ અને શૈલેષ લોઢા વચ્ચે શાબ્દિક મારામારી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.
એક વર્ષ પહેલા શોને છોડ્યા પછી પણ શૈલેષ લોઢા અને શોના મેકર્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને તરફે એકબીજા ઉપર આક્ષેપો લગાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર શૈલેષ લોઢાએ તારક મહેતા સિરિયલના મેકર્સ માટે જે કહ્યું છે તેની તમે કલ્પના પણ ન કરી હોય. જાણકારી મુજબ શૈલેષ લોઢા તેમજ મેકર્સ વચ્ચે ફીની બાબતને લઈને વિવાદ ચાલી રહ્યા હતો.
શૈલેષ લોઢાએ પોતાના શો છોડવા અંહે પોતાના ફેન્સ સાથે ખુલીને વાત કરી નથી. પરંતુ આજે જયારે તેઓ એક કાર્યક્રમમાં ગેસ્ટ બનીને ગયા હતા ત્યાં તેઓને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. જેનો જવાબ સાંભળી સૌ ચોંકી ગયા હતા. લોઢાએ પોતાની કવિતાના માધ્યમથી તીર માર્યું છે. તેઓએ કહ્યું કે મારું શો છોડવા પાછળનું કારણ તો હું યોગ્ય સમયે કહીશ. તેઓએ કહ્યું કે આ દેશમાં લેખકે પુસ્તક છાપવા માટે રુપિયા આપવા પડે છે. જયારે તે પુસ્તકને છાપનાર પ્રકાશક હીરાની વીંટી પહેરે છે. આ ઉદાહરણના માધ્યમથી તેમણે કહ્યું કે બીજાના ટેલેન્ટનો ઉપયોગ કરીને નામના મેળવનાર કયારેય ટેલેન્ટેડ વ્યકિતથી મોટો ન કહી શકાય. તેમણે કહ્યું દુનિયાનો કોઈ પણ પ્રકાશક લેખકથી મોટો ન હોય શકે. એવી જ રીતે એક એકટરથી મોટો કોઈ પ્રોડયુસર ન હોય શકે.તે માત્ર પોતાના રુપિયા લગાવે છે અને બિઝનેસ કરે છે. આ બિઝનેસને સફળતા ટેલેન્ટેડ વ્યકિતથી મળે છે. તેમણે કહ્યું જયારે કોઈ પણ વ્યકિત મારા કવિ હોવા પર કે મારા અભિનય અને ટેલેન્ટ ઉપર આક્ષેપ કરશે ત્યારે ત્યારે આ જવાળામુખી ફાટશે.