Entertainment

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ટૂંક સમયમાં જ બંધાઈ જશે લગ્નના બંઘનમાં

મુંબઈ: રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની (Marriage) ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. અલી અને રિચાના સાત ફેરા લેવાની રાહ તેઓના ચાહકો છેલ્લા કેટલા સમયથી જોઈ રહ્યા છે. ચાહકોનો આ ઈંતઝારનો હવે અંત આવ્યો છે કારણકે ખૂબ જ જલ્દી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અને બોલિવુડમાં (Bollywood) લગ્નની શહેનાઈ ગુંજાવા જઈ રહી છે. બોલિવુડનું આ કપલ છેલ્લાં ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.

જણાવી દઈએ કે અલી અને રિચાના લગ્ન 2021માં થવાના હતા, પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તેઓ ત્યારે લગ્નની પવિત્ર ગ્રંથિથી જોડાઈ શકયા ન હતા જો કે હવે આ કપલ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રિચા અને અલી આ વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કરશે. લગ્ન પછી કપલ મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં 400 મહેમાનો હાજરી આપશે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નના ફંક્શન મુંબઈ અને દિલ્હીમાં યોજાવા જઈ રહ્યા છે એ અંગેની જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે.

બોલિવુડનું આ કપલ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીમાં લગ્ન કરશે. મળતી માહિતી મુજબ બંનેના પરિવારના મોટાભાગના સભ્યો દિલ્હીમાં જ રહે છે. મુંબઈમાં યોજાનાર બંનેના લગ્ન ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં થશે. આ પહેલા મહેંદી અને સંગીત સેરેમની થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં 350 થી 400 મહેમાનો આવવાના છે. મહેમાનોને આમંત્રણ કાર્ડ પણ મોકલવામાં આવ્યા છે.

અગાઉ અલી ફઝલે લગ્ન વિશે વાત કરતાં કહ્યું હતું કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2022માં, તે મિત્રો અને પરિવાર સાથે મળીને કરશે. બંનેએ પોતપોતાના પ્રોજેક્ટ પૂરા કરવા માટે કામ પણ શરૂ કરી દીધું હતું. હવે લાગે છે કે આખરે બંને એક થઈ જશે. પ્રોજેક્ટની વાત કરીએ તો અલી અજલ અને રિચા ચઢ્ઢા ‘ફુકરે 3’માં સાથે જોવા મળશે. આ સિવાય અલી પાસે બોલિવૂડ ફિલ્મ ‘ખુફિયા’, ‘બાવરે’, ‘હેપ્પી અબ ભાગ જાયેગી’ અને હોલીવુડ ફિલ્મ ‘કંધાર’ છે. રિચા ચઢ્ઢાની વાત કરીએ તો તે ફિલ્મ ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’માં કામ કરી રહી છે. આ કપલ સાથે મળીને ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ નામની ફિલ્મ પણ બનાવી રહ્યું છે.

Most Popular

To Top