Charchapatra

આણંદમાં બેસી ‘ગુજરાતમિત્ર’ માણવાનો આનંદ

અમે બંને મૂળ સુરતના હું 1961 થી વડોદરા અને પછી આણંદ હોસ્પિટલ ચલાવવા) આવ્યો, જ્યારે પન્ના સુરત અંગ્રેજીની વ્યાખ્યાતાની નોકરી છોડી મને પરણવાના અને પછી પેટભર પસ્તાવા ! વડોદરા આવી. મૂળ વાત પર આવું : અમારો તબીબ દીકરો રવિવારે અચૂક ‘‘મિત્ર’’ લઈ આવે. પૂર્તિના ઉમદા લેખોને વખાણવા મારી પાસે પૂરી અભિવ્યકિત નથી. પણ એક્સેલન્સ – અદ્દભૂત. સવારે દીકરો વાંચે, રાત્રે હું વાંચુ અને પછી લેખો કાપી પરબિડીયામાં મોટી દીકરી (42 yrs) ને પુના રવાના કરું.
          – ડો. મહેશ ટી. દેસાઈ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top