ગોલ, તા. 25 : ભારત પ્રવાસે આવતા પહેલા ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામે અહીં રમાયેલી બીજી ટેસ્ટ સોમવારે છ વિકેટે જીતી લઇને શ્રીલંકાને તેના ઘરઆંગણે 2-0થી ક્લિનસ્વીપ કર્યું હતું. શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 124 રને ઓલઆઉટ થઇ જતાં મળેલા 164 રનના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડે 4 વિકેટના ભોગે કબજે કરી લઇને મેચ 6 વિકેટે જીતી લેવા સાથે સીરિઝ 2-0થી કબજે કરી હતી. હવે ઇંગ્લેન્ડની ટીમ ભારત આવવા રવાના થશે.
164 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડે 89 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પણ તે પછી ઓપનર ડોમિનીક સિબલે અને નંબર 6 જોશ બટલરે પાંચમી વિકેટ માટે નોટઆઉટ 75 રનની ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી. આ પહેલા ઇંગ્લીશ સ્પિનરોએ જોરદાર બોલિંગ કરીને શ્રીલંકાની ટીમનો બીજો દાવ માત્ર 126 રનમાં સમેટી દીધો હતો અને પહેલા દાવની 37 રનની સરસાઇને આધારે ઇંગ્લેન્ડને 164 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઇંગ્લેન્ડના બીજા દાવમાં શ્રીલંકાના સ્પિનર લસિથ એમ્બુલડેનિયાએ 3 વિકેટ ઉપાડવા સાથે મેચમાં કુલ મળીને 10 વિકેટ ઉપાડી હતી. ઇંગ્લેન્ડ વતી 186 રનની ઇનિંગ રમનારા જો રૂટને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.
ભારત પ્રવાસ પહેલા ઇંગ્લેન્ડનું જોરદાર પ્રદર્શન, ટેસ્ટ સીરિઝમાં શ્રીલંકાને કર્યુ ક્લિનસ્વીપ
By
Posted on