ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલરો માટેની મેટરનીટી લીવની પોલિસીમાં ફેરફાર કરાયો છે અને આવતી સિઝનમાં તેમને નિયમિત વેતન અને વધારાના ભથ્થા સાથે 14 અઠવાડિયાની મેટરનીટી લીવ મળશે. ઇંગ્લેન્ડ ફૂટબોલ એસોસિએશને જણાવ્યું હતું કે મહિલા સુપર લીગ અને મહિલા ચેમ્પિયનશિપ રમનારી ખેલાડીઓને આ સુવિધાઓ મળશે.
આ પહેલા જે તે ક્લબ પર એ નિર્ભર કરતું હતું કે તે કેટલી રજા આપવા માગે છે અને તેના માટે એ પણ ફરજિયાત હતું કે ખેલાડી ઓછામાં ઓછા 26 અઠવાડિયા રમી ચુકી હોય, જ્યારે નવી પોલિસીમાં એવી કોઇ શરત નથી.