SURAT

સુરતનાં લિંબાયતમાં સગાઈ બાદ બિમાર સસરાને જોવા આવેલા યુવકનો ફિયાન્સી ઉપર ત્રણ વાર બળાત્કાર

સુરત : લિંબાયતમાં દિકરીની સગાઈ (Engagement) બાદ બિમાર પિતાએ જમાઈને વતન મધ્યપ્રદેશથી સુરત (Surat) બોલાવ્યો હતો. ત્યારે વતનથી આવતાની સાથે તેણે યુવતી સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. બે દિવસ પછી યુવતીના પિતાનું મોત (Death) થતા તે વતન પરત જતો રહ્યો હતો. દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતા નવી સિવિલમાં તપાસ કરાવી તો દોઢ માસનો ગર્ભ હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી તેની માતાએ ભાવિ જમાઈની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) વધારે તપાસ હાથ ધરી છે.

લિંબાયત આસપાસ ખાતે રહેતી 35 વર્ષીય મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેની દિકરી સાથે દિપક ઉમેંગસીંગ ઠાકુર (ઉ.વ.૨૦ રહે.જરોલીગામ તા,જી.ખરગોલ, મધ્યપ્રદેશ) એ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ગત 9 નવેમ્બર 2022 ના રોજ તેમની મોટી દિકરી 17 વર્ષીય રીયા (નામ બદલ્યું છે) ની સગાઈ દિપક ઠાકુર સાથે થઈ હતી. સગાઈ થઈ ત્યારે યુવતીના પિતા બિમારીથી પીડાતા હતા. જેથી તેમણે જમાઈને સુરત બોલાવી લીધો હતો. દિપક 2 એપ્રિલે સવારે સુરત આવ્યો અને યુવતીના ઘરમાં જ રહેતો હતો. દરમિયાન બે દિવસ પછી 4 એપ્રિલે યુવતીના પિતાનું મોત થયું હતું. ભાવિ સસરાના નિધનના બે દિવસ બાદ દિપક તેના વતન જતો રહ્યો હતો.

અઠવાડિયા પહેલા રીયાને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યારે નજીકના દવાખાનામાંથી દવા લઈ લીધી હતી. ગઈકાલે રીયાને ચક્કર આવતા તેની દાદી નવી સિવિલમાં લઈ જતા ત્યાં તપાસ કરતા તેને દોઢ મહિનાનો ગર્ભ હોવાની જાણ થઈ હતી. માતાએ દિકરીને આ અંગે પુછતા દિપક જે દિવસે સવારે તેના વતનથી સુરત આવ્યો તે જ દિવસે સવારે રીયા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રીયાએ ના પાડી તો હમારી શાદી હોને વાલી હૈ, તેમ કહીને સવારે અને સાંજે પણ બળજબરી કરી હતી. ત્યારપછી બીજા દિવસે તેના પિતાના અવસાનના એક દિવસ પહેલા પણ બળજબરી કરી હતી. જેથી તેની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભાવિ જમાઈની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top