Charchapatra

વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત

5 જૂને વિશ્વભરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવાયો, જેની શરૂઆત 1974માં થઈ. પર્યાવરણીય જોખમો અને તેનાથી થતાં નુકસાનને કેવી રીતે અટકાવી શકાય? તે લોકજાગૃતિનો ઉદ્દેશ છે. શાળા-કોલેજો, સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા પર્યાવરણની સ્વચ્છતા અને સલામતી રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેથી લોકો જાગૃત થાય.  આજે પ્લાસ્ટિક વિનાની જિંદગીની કલ્પના અશક્ય છે ત્યારે ભારત પ્લાસ્ટિક કચરા-વેસ્ટનો અયોગ્ય નિકાલ કરતાં વિશ્વના ટોચના 12 દેશોમાં સામેલ થયાનો રિપોર્ટ ચિંતાજનક છે.

પ્લાસ્ટિક એક પ્રકારનું બહુઘટક યા પોલીમર છે. તે કુદરતી રીતે નષ્ટ થતું નથી. તે માનવ ઉપરાંત દરેક સજીવ ઘટકોને નુકસાન પહોંચાડે છે. આ પ્લાસ્ટીકના દૈત્યના નિવારણ માટે પગલાં: 1.રિડયુઝ :પ્લાસ્ટિકનો ઉપયોગ તાળીયે, બને તો સુધી ઓછો ઉપયોગ કરીએ. જેમ કે, કાપડની થેલી વાપરીએ. 2. રિયુઝ: પ્લાસ્ટિકને ફેંકવાની જગ્યાએ કચરાપેટીમાં નાંખીએ. તૂટી ગયેલી પ્લાસ્ટીકની ખુરશીને ફેંકો નહીં, રિયુઝ કરો. 3. રિસાયકલ.: રિસાયકલ પ્રોસેસ માટે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર પર જમા કરાવો.  સૌ ભેગા મળી પ્લાસ્ટિકના દૈત્યને હરાવી, ભાવિ પેઢીને સુરક્ષિત વાતાવરણની ભેટ આપીએ. નવસારી         – કિશોર આર. ટંડેલ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top