દરેક વ્યક્તિ ના જીવનમાં હસવાનું મહત્ત્વ તેમ સાહસ કરનાર કે સાહસિક નું જ મહત્વ અંકાવું જોઈએ . જે જે લોકોએ સાહસ કરીને વૈજ્ઞાનિક, સાહીત્ય, શિક્ષણ ક્ષેત્રે શોધખોળ કરી તેના ફળ રૂપે માનવી એ અવકાશ સુધીની યાત્રા કરવાની કાબેલિયત પ્રાપ્ત કરી લીધી છે. કવિ વીર નર્મદ, રાજા રામ મોહન રાય જેવા બીજા અનેક મહાનભાવોએ સામજિક ક્ષેત્રે પ્રવર્તતી અંધ શ્રધ્ધા જેવી કે સતી પ્રથા, વિધવા વિવાહ, બાળલગ્ન અને સમાજમા પ્રવર્તતી અનેક બદીઓ વિરૂદ્ધ જેહાદ જગાવી દરેક મનુષ્યને જીવન જીવવાનો અધિકાર અપાવ્યો.વૈજ્ઞાનીક ક્ષેત્રે બળદગાડા ના યુગમાંથી રાઇટર બંધુઓએ વિમાનની શોધ કરી તો માનવી પળવારમાં ગમે ત્યા પહોંચી જવાને સક્ષમ બન્યો ઍવી તો ઘણી બધી શોધખોળો , એડવર્ડ જનરલ ની રશી ની શોધ થી શીતળા નો રોગ નાબૂદ કરી શક્યા.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરનારા તો અનેક મહાનુભાવો છે જેમ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ રાધા કૃષ્ણ ના નામે ૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન dr Abdul Kalam સાહેબ ને પણ યાદ કરવા પડે. માટે સાહસ ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનાર અને વૈજ્ઞાનીક અભીગમ થી સાચી હકીકત લોકો સમક્ષ રજુ કરે તેઓનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા વૈજ્ઞાનીક અભીગમ અપનાવવાની જરૂર છે. અને કોઈપણ ક્ષેત્રે સાહસ કરી વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી હોઈ તેને બિરદાવવા જોઈએ.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રસાદ ખાનારાં, પાપી વેપારીઓને પોષે છે
દેશનાં દરેક મોટાં મંદિરોમાં વર્ષે દહાડે કરોડોના પ્રસાદનો વેપાર થતો હોય છે. વચ્ચે ગુજરાતના અંબાજી મંદિરમાં વહેંચાતા પ્રસાદ બાબતે સરકાર વચ્ચે પડેલી. દરેક મોટાં મંદિરોના પ્રસાદ વિશે તપાસની જરૂર છે પણ મંદિરનાં સંચાલકો કરોડોમાં રમતા હોય છે અને આખા તંત્રને અને શાસકોને ગજવામાં રાખે છે. મંદિરમાં આવતાં ભકતો તો પ્રવાસી હોય છે ને તેમનામાં શ્રદ્ધાભાવ હોય એટલે સામે પ્રશ્નો કરતા હોતા નથી. તિરુપતિના લાડુમાં ભેળસેળનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે દેશનાં દરેક નાનાં-મોટાં મંદિરોના પ્રસાદ બાબતે પણ લોકોએ વિચારવું જોઇએ. નાળિયેર, ચણા, તલ વગેરે પ્રસાદરૂપે મળે તે કુદરતની સીધી નજર તળે બનેલા પદાર્થો છે, જયાં માણસ હોય ત્યાં પ્રસાદમાં પાપનું મિશ્રણ થશે જ. લોકો ભક્તિના નામે મૂર્ખ બનવાનું ઓછું કરે તો સુધરશે.
સાયણ – અમરત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.