Gujarat

બે વર્ષમાં રોજગાર કચેરીઓએ ૫.૮૩ લાખને રોજગારી આપી હોવાનો દાવો

ગાંધીનગર : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજગાર કચેરીઓ ખાતે કુલ ૬,૯૨,૬૨૧ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૬,૨૮,૭૨૯ શિક્ષિત અને ૬૩,૮૯૨ અર્ધશિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. આ ઉમેદવારો પૈકી કુલ ૫,૮૩,૪૯૫ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક રોજગારી પૂરી પાડવામાં આવી છે.

રોજગાર વિનિમય કચેરીઓ માત્ર બેરોજગારો માટે જ નહીં, પરંતુ ઉચ્ચ અભ્યાસ અને સારી કારકિર્દીના માર્ગદર્શન માટે પણ યુવાનો માટે એક મહત્વનું કેન્દ્ર બની છે. જેના પરિણામે રાજ્યના યુવાનોને મુખ્યત્વે મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા ક્ષેત્ર જેવા ખાનગી એકમોમાં રોજગારી મળી રહી છે. ખાનગી ક્ષેત્રની સાથે સાથે સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી નિયમિત અને પારદર્શક રીતે સરકારી ભરતીઓ પણ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top