uncategorized

સુરતની પ્રદૂષણ ઘટાડતી એમિશન ટ્રેડિંગ સ્કીમને રાજયભરમાં લાગુ

surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani) જણાવ્યું હતું કે સુરતમાં જળવાયુ પ્રદૂષણ ( water pollution) ઘટાડવા માટે ઉદ્યોગોએ સ્વબળે પ્રયાસો કર્યા છે. સુરતની એમિશન ટ્રેડિંગ સ્કીમની ( Emission Trading Scheme) પ્રશંસા વિશ્વભરમાં થઇ રહી છે. ઔદ્યોગિક એકમોમાં આ યોજનાથી પ્રદૂષણ ઘટાડવામાં મહત્વનું યોગદાન મળી રહ્યુ છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન, જીપીસીબી, એનર્જી એફિશિયન્સી સિક્યોરિટી લિમિટેડ અને સુરત મહાનગર પાલિકા સહિતની એજન્સીઓ સંયુક્ત પ્રયાસથી ઔદ્યૌગિક વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડી શકાયું છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સુરતની એમિશન ટ્રેડિંગ સ્કીમનો પ્રોજેક્ટ સરકાર પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ હેઠળ રાજ્યભરમાં લાગુ કરવા જઇ રહી છે.

આ પ્રસંગે એસજીટીપીએના અગ્રણીઓ જિતેન્દ્ર વખારિયા અને કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, એમિશન ટ્રેડિંગ સ્કીમ( ઇટીએસ) નો પાયલોટ પ્રોજેક્ટ દેશના ચાર રાજ્યોમાં શરૂ થવાનો હતો. જેમાં તામિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ હતા. ગુજરાતના સુરતમાં બે મિલોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટને પાછળથી ટેક્સટાઇલ ક્લસ્ટરની સાથે કેમિકલ, એગ્રો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડવામાં આવ્યો હતો. શહેરની મિલો કાર્બન ક્રેડિટ થકી ઉર્જા બચત કરી રહી છે. એટલું જ નહીં એક્સેસ કાર્બન ક્રેડિટ અન્ય એકમોને વેચી પણ રહી છે. આ પ્રોજેક્ટની નોંધ મુખ્યમંત્રી સહિત દેશવિદેશના મીડિયાએ પણ લીધી છે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ પ્રોજેક્ટના અભ્યાસ માટે આવી રહ્યા છે.

a cloud of pollution released by an industry.

રાજ્યભરમાં આ પ્રોજેક્ટ લઇ જવાની મુખ્યમંત્રીની જાહેરાત આવકાર્ય છે. આ પ્રસંગે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ઇકૉસિસ્ટમ રિસ્ટોરેશન છે. ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ ગયેલી ઇકોસિસ્ટમને સુધારવામાં, તેને પૂર્વવત કરવા માટે વૃક્ષો વાવવાં,  પર્યાવરણની જાળવણી કરવી એ સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે. વાવાઝોડામાં નાશ પામેલા વૃક્ષોની સામે બમણાં વૃક્ષો વાવીને ઉછેરવા એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ પ્રસંગે ઈ.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર,નિવાસી અધિક કલેક્ટર એસ.ડી.વસાવા તથા સુરતના ઉદ્યોગ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં

Most Popular

To Top