શાહ’ અટક હોય એટલે જૈન હશે, વાણિયા હશે એમ ન ધારવું. મુસ્લિમ પણ હોય શકે ને પંજાબી પણ હોય શકે. ‘શાહ’ અટક તો ઈરાનમાં પણ ખૂબ પ્રચલિત છે. હમણાં અભય દેઓલની એક ફિલ્મ ‘જંગલ ક્રાય’ રજૂ થવાની છે. તેમાં તેની હીરોઈન એમિલી શાહ છે. તમારે તેને ગુજરાતી કહેવી હોય તો કહો. કારણ કે તેના પપ્પાનું નામ પ્રશાંત શાહ છે, જે ગુજરાતી છે. પણ તેની મોમ એલિઝાબેથ છે ને તે ગુજરાતી નથી. એમિલી નામ પણ પિતા નહીં માના આગ્રહથી પડેલું છે. એમિલીના લુક્સમાં પણ તમને દેશી-વિદેશીપણું વર્તાશે. એમિલી ફિલ્મો તરફ વળી છે. કારણ કે તેના પપ્પા બોલિવુડ-હોલિવુડ પ્રોડકશન ઈનકોર્પોરેશનના સ્થાપક છે. એમિલી ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી અભિનયનો કોર્સ કરીને આવી છે. ત્યાર પછી ન્યૂયોર્ક અને લોસ એંજલસમાં ફિલ્મ અને નાટકનું ભણી છે. તેણે હિન્દી ફિલ્મોમાં આવવું હતું. એટલે હિન્દીમાં પણ તેણે બોલવાની અને અભિનયની તાલીમ લીધી છે.
ડાન્સ તો તે શીખી જ છે અને હિન્દીમાં ફિલ્મો મળવી શરૂ થઈ તે પહેલાં અમેઝિંગ અને વર્સેટાઈલ એક્ટિંગ સ્કીલ્સ માટે જાણીતી થઈ ચૂકી છે. તે બોલિવુડ પહેલા હોલિવુડમાં કામ કરી ચૂકી છે. હવે ‘જંગલ ક્રાય’ વડે હિન્દી ફિલ્મોના પ્રેક્ષક સામે હાજર છે. ઈલેકટ્રોનિક અને ડિજીટલ મિડીયા મેનેજમેન્ટમાં બેચલર થઈ ચૂકેલી એમિલી અત્યારની હિન્દી ફિલ્મોની જરૂરિયાતમાં પર્ફેક્ટ છે. ઝિન્નત અમાનથી માંડી કેટરીના કૈફ હિન્દી ફિલ્મોમાં કામ કરતાં કરતાં જ વધારે સારુ હિન્દી શીખી છે તો એવું એમિલી વિશે સમજવું. બેઝિકલી તે સિનેમાના વ્યવસાયને અને પરદા પર કેવા દેખાવું તેને જાણે છે. શિકાગોમાં જન્મેલી એમિલી હિન્દી અને ગુજરાતી બોલવામાં સહજ છે અને ‘જગલ ક્રાય’માં તે સ્પોર્ટસ ફિઝીયોથેરાપિસ્ટ રોશનીનું પાત્ર ભજવી રહી છે, જે આદિવાસી બાળકોમાં નવી રોશની લાવે છે. •